gajeravidyabhavanguj
WORLD YOUTH SKILLS DAY

"પછડાવ છું, અથડાવું છું, રોજ ક્યાંક ખેંચાવ છું...,
અડીખમ બની ઉભો છું, આ દેશનો યુવાન છું..."
126 કરોડથી પણ વધારે વસ્તી સાથે દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે. આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે જાણે છે. ભારત પાસે આજે વિશ્વમાં સૌથી વધુ યુવાશક્તિ છે.

આંખોમાં આશાઓ અને નવા નવા સપના સાથે ઉડાન ભરતા આજના યુવાનોના મનમાં કંઈક કરી છુટવાની ભાવના હોય છે. યુવાનોમાં એમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને મુઠ્ઠીમાં કરવાનું સાહસ હોય છે. યુવાન શબ્દ જ મનમાં એક નવી ઊંચાઈ તરફ જવાનો અને ઉમંગ પેદા કરવાવાળો શબ્દ છે એટલે જ કહેવાય છે કે આજના નવયુવાનો દેશનું ભવિષ્ય છે.
યુવાશક્તિ વરદાન છે. યુવાશક્તિનો જો સાચા માર્ગે ઉપયોગ ન કરવામાં આવે તો એ સમાજ અને રાષ્ટ્રના ભાવિ માટે અંધકાર બની શકે છે. પરંતુ જો આજના યુવા વર્ગને કોઈ સાચી રાહ ચીંધવામાં આવે તો એ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે વિકાસની એક કડી સાબિત થાય છે.

યુવાનોમાં રહેલા વિવિધ કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે ૧૫મી જુલાઈને "વિશ્વ યુવા કૌશલ્ય દિવસ" તરીકે મનાવવામાં આવે છે. જેથી દેશના યુવાનોને પોતાના કૌશલ્યને વિકસાવવાની તક મળે. દેશનો દરેક યુવા પોતાની આવડતમાં સતત કુશળતા લાવતો રહે. યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ દેશના યુવાનો નવું શીખતા રહે અને તેમના જીવનમાં ઉત્સાહ બની રહે. વ્યક્તિ કોઈ પણ ઉંમરમાં પોતામાં રહેલી સ્કીલને ઉજાગર કરી શકે છે. દરેકમાં એક એવી ક્ષમતા હોય છે જે તેમને બીજાથી અલગ પાડે છે અને આવી નાની-નાની આવડત જ આત્મનિર્ભર ભારતનું ભવિષ્ય ઘડશે.
સ્કીલ ફક્ત રોજીરોટી અને પૈસા કમાવવાનું માધ્યમ નથી. જિંદગીમાં ઉંમગ અને ઉત્સાહ સાથે જીતવાની જીદ હોવી જોઈએ. આ માટે સ્ટીલ આપણી ડ્રાઈવિંગ ફોર્સ બને છે સ્કીલ આપણા માટે નવી પ્રેરણા લઈને આવે છે. દેશના યુવાનોને સ્કીલ, રી-સ્કીલ અને અપસ્કીલ આ ત્રણેયને એક સાથે વધારવી પડશે. સમયની પણ આવી જ માંગે છે.
અમારા ગજેરા વિદ્યાભવનમાં પણ સુનિતા મેકર્સસ્પેસ દ્વારા વિવિધ ક્લબ એક્ટિવિટી કરાવવામાં આવે છે. જેમાં બાળકોને પોતાની આવડત અને સ્કીલ પ્રમાણે જુદા જુદા ક્લબમાં વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે. જેમ કે સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડ્રામા, નેચર...
જેથી બાળક પોતાના મનપસંદ ક્ષેત્રમાં તજજ્ઞો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી સફળતાના શિખરો સર કરે અને પોતાનું અને દેશનું નામ રોશન કરી શકે.