top of page
  • Writer's picturegajeravidyabhavanguj

YOGA DAY

“જેની પાસે સ્વાસ્થ્ય છે એની પાસે આશા છે,

અને આશા છે તો બધું જ શક્ય છે.


યોગા એ સદીઓથી જૂની પ્રથા જ લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં ભારતમાં ઉદ્ભવી હતી. યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન શરીર અને આત્માને એક સાથે લાવવાનો પ્રયાસ કરે છે.યોગ એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે મળવું અથવા એક થવું યોગ એ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સાધન પ્રાપ્ત કરવાનો પ્રાચીન માર્ગ છે.


યોગની શરૂઆત સૌ પ્રથમ આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે ૨૧ જૂન ૨૦૧૫ના રોજ પ્રથમ યોગ દિવસની ઉજવણી કરી .અને તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માં ફેરવાઈ ગયો, ત્યારથી દર વર્ષ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૧ જુન ૨૦૧૫ ના રોજ આ દિવસની પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર ભારતમાંથી ૩૬૦૦૦ થી વધુ લોકો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે રાજપત, નવી દિલ્હી ખાતે 35 મિનિટ માટે 21 યોગમુદ્રાઓ કરવા માટે જોડાયા હતા. શ્રી નરેન્દ્ર મોદી સાથે વિશ્વભરના અન્ય પ્રખ્યાત નેતાઓ પણ જોડાયા હતા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નો મુખ્ય ઉદ્દેશ યોગના અનેક ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. કેમકે યોગ એ માત્ર શારીરિક પ્રવૃત્તિ કરતા ઘણું વધારે છે.



યોગ જ એકમાત્ર એવી પ્રક્રિયા છે, જેમાં તમે કોઈપણ સાધન વગર કસરત કરી શકો છો, એટલું જ નહીં પરંતુ યોગમાં તમે કોઈપણ દવા વગર તમારા રોગોને દૂર કરી શકો છો. યોગ કરવાથી મન શાંત થાય છે યોગ, કરવાથી સકારાત્મક વિચારો આવે છે, તેમજ યોગ કરવાથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે, યોગ કરવાથી મન શાંત રહે છે તેમજ માનસિક તાણ અને હાઈપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે. યોગ કરવાથી માનવ મુદ્રામાં સુધારો થાય છે, યોગ હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે યોગ કરવાથી લોહીનો પ્રવાહ સારો રહે છે તેમજ જ્યોત પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. એટલું જ નહીં પરંતુ યોગ્ય પ્રેશરને નિયંત્રિત કરવામાં અને શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. યોગ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તેમજ તેનાથી મનની શાંતિ વધે છે, તેથી સારી ઉંઘ આવે છે. આમ યોગ ના ઘણા ફાયદાઓ છે, તો દરેક વ્યક્તિ દરરોજ ૨૦થી ૩૦ મિનિટ યોગ કરે તો તેનું શરીર તંદુરસ્ત રહે છે. સાથે સાથે શરીર સ્ફૂર્તિ વાળું રહે છે, અને આખો દિવસ થાક લાગતો નથી. તેમ જ બાળકો માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે તેથી નાના હોય કે મોટા રોજ કરો યોગા....



"स्वास्थ्य को दे पहला स्थान,

तभी होगा बिमारियो का निदान |

स्वास्थ्य है जीवन का वरदान ,

जिससे बनते व्यक्ति महान ||

400 views0 comments
bottom of page