gajeravidyabhavanguj
YOG DAY (21-JUNE)
વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગ દિવસ ૨૧ જૂન કતારગામ ખાતે આવેલ ગજેરા વિભાગ ગુજરાતી માધ્યમમાં આજરોજ તા .૨૧ / ૦૬ / ૨૦૨૨ને મંગળવારે શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઇ ઘેલાણી તથા સુપરવાઈઝર ધારાબહેન તથા કિશોરભાઈના માર્ગદર્શન નીચે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલ્પનાબેન અને નિશાંતભાઇ યોગશિક્ષક દ્વારા યોગનો પહેરવેશ પેહરીને તેમજ આસનો દ્વારા શિક્ષકો અને ધોરણ ૮ થી ૧૨ સુધીના બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું અને તમામે યોગા કરવા માટે ભેગા થયા હતાં. શાળાના વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને યોગનો પહેરવેશ પેહરીને જુદા જુદા આસનો શીખવવામાં આવ્યા હતા. યોગ શિક્ષક દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જેમકે યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજુ કોઇ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ શરીર અને આત્માનું જોડાણ કરીને એક કરવું એવો થાય છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદ જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિનપ્રતિદિન વધી રહી છે. યોગથી આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે. જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગએ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌ પ્રથમ સંયુકત રાષ્ટ્રસંઘમાં ઠરાવ પસાર કરાવીને જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતી દર્શાવી અને વર્ષ ૨૦૧૫થી ૨૧ જૂન એ વિશ્વયોગ દિવસ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું છે.