top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Youth Skills Day

युवा शक्ति एक तूफ़ान है, जो अच्छे-अच्छों को अपनी लपेट में है ले सकती, युवा शक्ति एक आंधी है जो राजनीति की तो बात ही क्या? देश को है बदल सकती। તા.15મી જુલાઈ એટલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ એટલે કે “ World Youth Skills Day ”. આ દિવસ ઊજવવાની શરૂઆત કરવાની પહેલ તારીખ 11 નવેમ્બર 2014 માં શ્રીલંકાએ કરેલી. તેના અનુસંધાનમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તારીખ 15 મી જુલાઇ ને ‘યુવા કૌશલ્ય દિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના પડદા ઉપર છવાયેલા યુવાનોના કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો હતો. કારણ કે જો દેશનું યુવાધન સશક્ત હશે તો તે દેશનો વિકાસ નક્કી છે.આમ, યુવાનોના પ્રોત્સાહન પૂરું પાડીને દરેક વ્યક્તિને રોજગારીની અમૂલ્ય તક પ્રાપ્ત કરાવવાનો હતો.અત્યારે ઘણા બધા સ્થળોએ જોઈએ તો યુવાનોનો મોટો વર્ગ છે કે જે બેરોજગાર છે તેને પુરતું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવું.

આમ ટૂંકમાં બેરોજગારીનો દર ઘટાડીને રોજગારીની તકો વધારવા માટેનો આ અનેરો પ્રયાસ છે. આમ યુવાધનને પૂરતી માહિતી આપવા તથા તેમના વિકાસ માટે દરેક ક્ષેત્રમાં સરકાર દ્વારા નવી નીતિઓ અને પાઠ્યક્રમ લાવવામાં આવે છે. ભારતમાં મોદી સરકાર પણ સતત પ્રયત્નો દ્વારા નવી યોજનાઓ યુવા સશક્તિકરણ માટે લાવી રહ્યા છે જેનો મુખ્ય ધ્યેય યુવાનોના કૌશલ્ય પર જ કેન્દ્રિત કરવાનો છે દેશના 40 કરોડ યુવાનો ને 2022 સુધીમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે અને એજ્યુકેશન પૂરું પાડવા માટનું સરકારનું અનુમાન છે અને તેના માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. આજે ભારતમાં ઘણા યુવાનો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે જેમને સરકાર દ્વારા રોજગારીની તકો કઈ રીતે પૂરી પાડવી તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિસ્થિતિ છે.

આમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ World Youth Skills Day ના અનુસંધાનમાં Skills India Mission [ કૌશલ્ય ભારત મિશન ] ને મહત્વ આપી 15 જુલાઈના દિવસે તેમને સંબંધિત યોજનાઓ પ્રકાશિત કરશે.

“The more we give importance,

Skill development,

The more competent,

Will be our youth.”

આમ વિશ્વના વિવિધ દેશો માં યુવા કૌશલ્ય દિનનું સેલિબ્રેશન તો થાય છે પરંતુ આ સેલિબ્રેશન ની શરૂઆત ગજેરા શાળા પરિવારે પણ કરી દીધેલી છે. શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણની સાથે સાથે જ તેમનું ભાવિ ઘડતર થાય અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તથા વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તે માટે સુનિતા મેકર્સ ના પ્લેટફોર્મ દ્વારા કલા ઉત્સવ,ક્લબ એક્ટિવિટી,Tomorrowland અને Technology ના વિવિધ કાર્યક્રમો યોજી બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખીને પુરતી માહિતિ માર્ગદર્શન આપવામાં આવે અને જેને પરિણામે વિદ્યાર્થીઓ જે તે ક્ષેત્રમાં આગળ વધીને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવી શકે છે તથા જીવનમાં ઉપયોગી એવા પાઠ શીખી શકે છે.

આમ ગજેરા ટ્રસ્ટ દ્વારા આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે, દેશનું ભાવિ છે આ વિચારધારા ને ધ્યાનમાં રાખીને બાળકોમાં શરૂઆતથી જ વૃદ્ધિ,વિકાસ અને કૌશલ્ય ના ઘડતર માટેના બીજ રોપાય તે માટેની પહેલ કરવામાં આવી છે.આમ શાળા દ્વારા અભ્યાસની સાથે સાથે યુવા શક્તિના વિકાસ માટેના સશક્તિકરણના પાયાના બીજ રોપવા માટે ની સર્વ પ્રથમ પહેલ ગજેરા વિદ્યાભવન એ કરેલી છે.

“ Your skills are the weapons,

That can help you in overcoming and

Difficult Situation. “

1,159 views1 comment

Recent Posts

See All
bottom of page