gajeravidyabhavanguj
World Rivers Day
વર્લ્ડ રીવર ડે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૦૫થી ઉજવવાનું શરૂ કર્યું. જેમાં 70થી વધારે દેશો જોડાયા છે. અને દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે નદીઓને ધ્યાનમાં લઈ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.વિશ્વના બધા જ દેશોમાં નદીઓ વહે છે. પર્યાવરણ નું અભિન્ન અંગ નદીઓ છે. જે ખેડૂતોની જીવાદોરી સમાન છે. વિશ્વ નદી દિવસની ઉજવણી દ્વારા વિશ્વના ૭૦ થી વધુ દેશોમાં નદીઓને સુરક્ષિત, સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ભારતમાં નદીઓને 'લોકમાતા' તરીકે ઓળખવામાં આવે છે. નદીઓ ખેતી અને દરેક સજીવો માટે અગત્યની છે.ઉદ્યોગો માટે પણ નદીઓનું મહત્વ રહેલું છે.
નદીઓની ખૂબ જ અગત્યતા હોવા છતાં આજે નદીઓ અશુદ્ધ થઈ રહી છે બધાને જીવન દેનાર નદીનું આજે અસ્તિત્વ મુશ્કેલીમાં છે. ઘણી નદીઓ ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે.જ્યારે કેટલીક નદીઓ પ્રદૂષિત થવાની તૈયારીમાં છે. એવામાં નદીઓની જાળવણી કરવી ખૂબ જ આવશ્યક છે. નદીઓની જાળવણી માટે ભારત સરકાર દ્વારા 'નમામિ ગંગે પ્રોજેક્ટ' થકી નદીઓને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશો નદીઓનું મહત્વ સમજે અને શુદ્ધ કરવા લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશ્વ નદી દિવસ ઉજવવામાં આવે છે.
ગજેરા વિદ્યાભવન દ્વારા વિશ્વ નદી દિવસની ઉજવણી માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને નદીઓના મહત્વ તેમજ નદીઓની સુરક્ષિતતા, સ્વચ્છતા રાખવા માટેની સમજણ આપી હતી.
વિશ્વ નદી દિવસની હાર્દિક શુભકામના.