gajeravidyabhavanguj
World Population Day
આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં ગુજરાતી માધ્યમમાં World Population Day નિમિત્તે શાળા આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણી તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણી ની આગેવાની નીચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.11 મી જુલાઈનાં દિવસે વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં વસ્તીની વધારાની સમસ્યા છે અને વિશ્વ વસ્તી દિવસ ( world population day) પર સમગ્ર દુનિયામાં વસ્તી નિયંત્રણ ( population control) કરવા માટે લોકોને અવનવા નિયમો સમજાવવામાં આવે છે. આ સિવાય પરિવાર નિયોજનનાં મુદાઓ પર લોકો સાથે વાતચીત કરવામાં આવે છે. સતત બેકાબુ થઈ રહેલી વસ્તી પણ દેશ માટે આ મુશ્કેલીનું મુખ્ય કારણ બની શકે છે. નિરક્ષરતા, બેરોજગારી, ભુખમરો, ગરીબી, અનિયંત્રિત, વસ્તીને રોકવા માટે પરિવાર નિયોજન જેવા ઉપાયો છે. પરંતુ લોકોમાં જાગૃતિના અભાવને કારણે આ સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો નથી. વસ્તીનો વધારો રોકવા માટે દુનિયામાં 11 જુલાઈનાં રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 11 જુલાઈ 1989 નાં રોજ એક સભામાં ( world population day ) મનાવવાનો નિર્ણય લીધો હતો. આ દિવસની ઉજવણી શાળાના ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ population advantage or disadvantage જેવાં મુદ્દાઓ પર debt માં ચર્ચા કરી હતી. જેમાં ઘણા સારા મુદ્દાઓ રજુ થયા હતા. જે વિધાર્થીઓના અભ્યાસ માટે પણ ઉપયોગી હતા. કાર્યક્રમનું સમાપન શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ ઘેલાણી ધ્વારા કરવામાં આવ્યું હતું.