top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Poetry Day


આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમાં શાળામાં World Poetry Day હોવાથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ કાવ્યાત્મક અભિવ્યક્તિ દ્વારા ભાષાકીય વિવિધતાને સમર્થન આપવા અને લુપ્ત થતી ભાષાઓને સાંભળવાની તક અને સર્જનશક્તિ વિકસે તે હતો. આ કાર્યક્રમમાં ધો. 8,9 અને 11ના કુલ 22 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પરિશ્રમ, પ્રકૃતિ, પરીક્ષા, કોરોના જેવા વિષયો ઉપર પોતાના વિચારોવાળી કવિતાનું સર્જન કરીને પઠન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શાળાના આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. તથા શાળાના ઉપાચાર્ય કિશોરભાઈ જસાણી અને તળાવીયા ધારાબેનનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તથા આ કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકા જિજ્ઞાસાબેન પટેલ અને શિક્ષક નીલભાઈ ભીંગરાડિયાએ કર્યું હતું. અને આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે પરમાર ભરતભાઈ અને ગીતાબેન બુહા હતા.અને આભારવિધિ શીલાબેન ખાંટે કરી હતી.

આ કાર્યક્રમના વિજેતા વિદ્યાર્થીઓ –

પ્રથમ – મેનપરા જેન્સી

દ્રિતીય – સોલંકી હંસરાજ

તૃતીય – બરવાળીયા કિર્તન– વીઠ્ઠાણી તીર્થ – ભલાણી શ્રુતિ




70 views0 comments
bottom of page