top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Ozone Day

ઓઝોન એ ઓક્સિજનનું એક રૂપ છે. તેનું અણુસૂત્ર O3 છે. 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓઝોન દિવસ ઉજવવાનો હેતુ ઓઝોન વાયુની જાળવણી માટે લોકોને જાગૃત કરવાનો છે. ઓઝોન સ્તરએ ઓઝોન પરમાણુંઓનું એક સ્તર છે. જે 30 થી 50 કિલોમીટરની વચ્ચે વાતાવરણમાં જોવા મળે છે. તે સૂર્યના પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું સંરક્ષણ થાય છે. જો આ પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી પર પહોંચે તો મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે.

પૃથ્વીની સપાટીથી સૌથી નજીકના વાતાવરણીય સ્તરમાં વાહનો દ્વારા થતાં પ્રદૂષણને કારણે નાઈટ્રોજન ઓક્સાઈડ અને હાઇડ્રોકાર્બનનું સ્તર વધે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં આ રસાયણો ઓઝોન બનાવે છે. આ ઓઝોન ખાંસી, શ્વાસનળીમાં બળતરા, ચામડીના કેન્સર, તાપમાનમાં વધારો, રોગપ્રતિકારક ક્ષમતા ઉપર અસર, પ્રકાશસંશ્લેષણ પર અસર કરે છે. ઓઝોન સ્તરના બગાડને કારણે વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ગંભીર કટોકટીને ધ્યાનમાં રાખીને તેના સંરક્ષણ માટે વિશ્વભરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ઈ.સ. ૧૯૮૫માં પ્રથમ બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું. જેમાં તેઓએ ઓઝોન સ્તરમાં એક વિશાળ છિદ્ર શોધ્યું. તેનું કારણ CFC વાયુનો વધારે પડતો ઉપયોગ હતો. આ ગેસનો ઉપયોગ ઓછો કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. 16 સપ્ટેમ્બર ઈ.સ.1987ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયા ત્યારથી સંયુક્ત રાષ્ટ્રની મહાસત્તા એ ઓઝોન સ્તરના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ ઉજવવા ઈ.સ.૧૯૯૪માં 16 સપ્ટેમ્બર તારીખની જાહેરાત કરી ઇ.સ. 1995માં પ્રથમવાર વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવ્યો ત્યારથી 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે.

ગજેરા વિદ્યાભવનમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી. એમાં વિદ્યાર્થીઓએ PPT દ્વારા ઓઝોન વાયુનું મહત્વ, તેની અસરો વિશે ખૂબજ સરસ માહિતી આપી.

1,007 views0 comments

Recent Posts

See All
bottom of page