gajeravidyabhavanguj
World Oceans Day
8th June ના રોજ ‘World Oceans Day’ નિમિતે બાળકોને વાર્તા, ચિત્રો અને ક્રાફ્ટ એક્ટીવીટી દ્વારા વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.
શિક્ષકો દ્વારા બાળકોને સમુદ્રમંથનની વાર્તા, વિડીયો અને ચિત્રો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. બાળકોને સમુદ્ર અને પાણીની સ્વચ્છતા કેવી રીતે જાળવી શકાય અને તેની આપણા જીવનમાં કેટલી ઉપયોગીતા છે તેની વિસ્તૃત માહિતી વાર્તા અને ચિત્રો દ્વારા આપવામાં આવી હતી.

શિક્ષકો દ્વારા બાળકો પાસે ‘Oceans Day’ માટે સમુદ્રનું ચિત્ર દોરાવવામાં આવ્યું જેમાં બાળકોએ સમુદ્રમાં રહેતા વિવિધ જીવો જેવાં કે સ્ટાર માછલી, કાચબો, ઓક્ટોપસ, માછલી વગેરેની ક્રાફ્ટ એક્ટીવીટી કરી હતી.
આ રીતે વર્ષની શરૂઆતમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડીને શાળા દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓથી પ્રોત્સાહિત થયા, જે અમારી શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે.