gajeravidyabhavanguj
World Ocean Day

જેને આપણે પૃથ્વી કહીએ છીએ તે ગ્રહ પાણીથી ભરેલો છે તેનો 70% ભાગ મહાસાગરો માં આવરી લેવામાં આવ્યો છે મહાસાગરો જીવનનો મુખ્ય સ્ત્રોત છે યુનાઇટેડ નેશન અનુસાર આ સાગરો લાખો લોકો માટે વિપુલ પ્રમાણમાં ખોરાકનું સ્ત્રોત છે
મહાસાગરો સુંદર અને વિશાળ હોવા છતાં તેનું ભવિષ્ય ભયંકર બની રહ્યું છે. મુખ્યત્વે હાલનું પ્લાસ્ટિક પ્રદુષણ આ મહાસાગરો નષ્ટ કરે છે આ કારણથી જ મહાસાગરો ધીમે ધીમે ગંદા થઈ રહ્યા છે. પ્રદૂષણ વધી રહ્યું છે દરિયાઈ જીવો પ્લાસ્ટિકને પોતાનું ભોજન સમજી લે છે. જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે જે ખૂબ જ દુઃખદ છે.
મહાસાગરોનું સન્માન કરવાની તકરૂપે દર વર્ષે 8 જૂને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે. દર વર્ષે આ દિવસ મનાવવા પાછળનો હેતુ મહાસાગરના મહત્વથી લોકોને વાકેફ કરવાનું છે. કે કેવી રીતે મહાસાગરો ખાદ્યસુરક્ષા,જૈવવિવિધતામાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. અર્થવ્યવસ્થાને વેગ પ્રદાન કરવામાં મહાસાગરોનું મોટું યોગદાન હોય છે. એટલા માટે તેનુ સંરક્ષણ કરવું એ આપણા દરેકની જવાબદારી છે. માનવ પ્રવૃત્તિઓને કારણે યુ.એન. જણાવે છે કે લગભગ ૯૦ ટકા મોટી માછલીઓ નાશ પામી રહી છે. આ વિશ્વ મહાસાગર દિવસે લોકોને મહાસાગર ની મહત્વતા અને તેનું રક્ષણ કઈ રીતે કરવું તે જાગૃતિ ફેલાવવા ગજેરા વિદ્યાભવનમાં વિશ્વ મહાસાગરની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓએ પોતાના પ્રેઝન્ટેશન દ્વારા મહત્વ સમજાવ્યું હતું. તથા મહાસાગરોની સાફ-સફાઈ સાચવણી તેની વિશેષ માહિતી આપી આ દિવસની ઉજવણી કરી હતી.