gajeravidyabhavanguj
World Music Day
સંગીત, સંગીત એક એવી સાધના છે, કે જેના દ્વારા મન અને તનને પ્રફુલ્લિત બનાવે છે.જોવા જઈએ તો સંગીત હકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.કોઈપણ વ્યક્તિ ગમે તેટલો હતાશ થઈ જાય પરંતુ જો તેને મનગમતું સંગીત સાંભળવા મળે, તો તે હતાશામાંથી જલદી બહાર આવી જાય છે. પ્રાચીનકાળથી જ આપણા શાસ્ત્રોમાં પણ સંગીત અને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.જે કામ દવા નથી કરી શકતી તે કામ સંગીત કરી શકે છે.કોરોના વખતે પણ જોયું હતું કે ડોક્ટરો દવાની સાથે સાથે આપણું લોકનૃત્ય એટલે કે ગરબા જે સંગીત પર આધારિત છે, તે વગાડતા હતા.જેથી કરીને દર્દીઓ ઝડપથી સારા થતા હતા.
સંગીત દ્વારા વ્યક્તિ પોતાની લાગણીઓને રજૂ કરી શકે છે.સંગીત ભગવાન સાથે જોડવામાં પણ મદદરૂપ થાય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ મીરાબાઈ અને નરસિંહ મહેતા છે. કરીએ તો, કોઈપણ નવરાશની પળોમાં વ્યક્તિ સંગીત સાંભળવાનું વધારે પસંદ કરે છે .સંગીત માત્ર મનુષ્ય પર નહીં પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ પર પણ અસર કરે છે. ઘણા દેશોમાં ગાયને દોહવા માં આવે છે, ત્યારે સંગીત શરૂ કરવામાં આવે છે .જેથી કરીને વધુ દૂધ મેળવી શકાય છે.તો વિચાર કરો ,આ સંગીત માં કેટલી ઊર્જા રહેલી છે.ભગવાનને મેળવવાનો સૌથી સરળ માર્ગ હોય તો તે ભક્તિ છે .
ભક્તિમાં સંગીત રહેલું છે ભજન ગાતા ની સાથે ભકતો ઝુમી ઉઠે છે. સંગીત એક સાધના છે સંગીત માં કેટલી તાકાત છે કે મલ્હાર રાગ ગાઈને વરસાદ ને બોલાવી શકાય છે દિપક રાગ ગાઇને દિવાઓને પ્રકટાવી શકાય છે સંગીતના આટલા બધા ફાયદા હોય તો તેનો લાભ ગજેરા વિદ્યાભવન ના શિક્ષકો શા માટે ન લે સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21 જૂન ‘વિશ્વ સંગીત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે ગજેરા વિદ્યાભવન કતારગામ શિક્ષકોને માટે અંતાક્ષરી અને ગીત ગાવા નું આયોજન કર્યું હતું સંગીતની વાત આવી તો બધા જ શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયા .જે શિક્ષકો સરસ ગાઈ શકતા હતા તે શિક્ષકોએ solo સોંગ રજુ કર્યા. અને જેને ગાવાનો શોખ હતો, પરંતુ સ્ટેજ પર ગાઈ શકતા ન હતા તેવા શિક્ષકોએ અંતાક્ષરી માં ભાગ લઈ પોતાના શોખને એક પ્લેટફોર્મ આપ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો .