gajeravidyabhavanguj
World Mental Health Day

આજે સમગ્ર વિશ્વમાં “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની” ઉજવણી કરવામાં આવે છે. ઈ.સ. 1992 થી 10 ઓકટોબરના દિવસને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે શરૂઆતમાં ‘વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)’ અને ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ’ ધ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે જુદી-જુદી થીમ ધ્વારા ઉજવવામાં આવે છે.
ગજેરા વિદ્યાભવનમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીમાં માર્ગદર્શન હેઠળ આ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતી માધ્યમના ધો-8 થી 12 સુધીના વિદ્યાર્થીઓ ધ્વારા ડીબેટનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં માનસિક શાંતિ માટે શું કરી શકાય ? આ પ્રકારના વ્યક્તિ સાથે માતા-પિતા સમાજની ભૂમિકા અને તેનું વર્તન તથા શાળામાં આ પ્રકારના દર્દી માટે શાળા અને શિક્ષકની શું ભૂમિકા રહી છે. તે બાબતની ડીબેટમાં ચર્ચા કરવામાં આવેલ હતી. જે કાર્યક્રમનું સમગ્ર સંચાલન ગૌરવભાઈ ધ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં શાળાના સુપરવાઈઝરશ્રી ધારાબહેન અને કિશોરભાઈએ હાજરી આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.