gajeravidyabhavanguj
World Heart Day
29th September"વર્લ્ડ હાર્ટ ડે" તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ નો ઉદ્દેશ લોકોને હદય રોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદય રોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ ૨૦૦૦માં થઇ હતી આજના સમયમાં ખોટી લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરથી લઈને વૃદ્ધો સુધી ઘણા બધા લોકો હૃદયરોગથી પીડાતા હોય છે. હૃદય રોગ સમગ્ર વિશ્વમાં આજે એક ગંભીર બીમારી તરીકે ઉભરીને સામે આવી રહ્યો છે. આ સમયમાં ભારતમાં દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે.
વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર હાર્ટ સંબંધિત બીમારીઓથી દર વર્ષે લગભગ ૧૮ મીલીયન લોકોના મૃત્યુ થઈ જાય છે. 35 થી વધારે ઉંમરના યુવાનોમાં પણ ઈનએક્ટિવ લાઇફસ્ટાઇલ અને ભોજનની ખરાબ આદતોના કારણે હૃદયની બીમારી થવાનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં હૃદયની સમસ્યાઓ થી પીડિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે તેમાંથી મોટાભાગના ૩૦-૫૦ વર્ષના પુરુષ અને મહિલાઓ હોય છે.
"વર્લ્ડ હાર્ટ ડે" નિમિત્તે ગજેરા વિદ્યાભવન શાળામાં ચર્ચા- વિચારણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગજેરા વિદ્યાભવન શાળા તરફથી ડૉ.ભરતભાઈ માલાણી ને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ડૉ.ભરતભાઈ એ પોતાનો કિંમતી સમય ફાળવી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે હાર્ટ વિશે ખૂબ જ સરસ માહિતી આપી તથા શિક્ષક અને વિદ્યાર્થીના પ્રશ્નોના ખૂબ જ સંતોષ પૂર્વક ઉત્તર આપ્યા હતા.