top of page
  • Writer's picturegajeravidyabhavanguj

‘World Food Day’

વિશ્વમાં દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ ‘World Food Day’(‘વિશ્વ ખાદ્ય દિવસ’) ની ઉજવણી 150 થી વધુ દેશો દ્વારા કરવામાં આવે છે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 16 ઓકટોબર, 1945 ના રોજ ‘ખાદ્ય અને કૃષિ સંગઠન‘ (‘The Food and Agriculture Organization-FAO’) ની સ્થાપના થઇ હતી. આ સંગઠનનાં સભ્યો દ્વારા સૌપ્રથમ 16 ઓક્ટોબર, 1981 થી ‘World Food Day’ ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે વિવિધ થીમ પર આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

‘World Food Day’ ની ઉજવણી નો ઉદેશ્ય આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની કદર કરવાની સાથે ભૂખમરા થી પિડિત લોકો માટે જાગૃક્તા લાવવાનો છે. આ દિવસે ભૂખમરા ની સમસ્યા અટકાવવાનાં ઉપાયોના અમલીકરણ માટેની અપીલ કરવામાં આવે છે.

સરકાર, બિન સરકારી સંસ્થા, મીડિયા તથા સામાન્ય પ્રજા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, કે જેથી લોકોને ભૂખમરાથી અસરગ્રસ્ત લોકો વિષે જાગૃત કરી શકાય.

ચાલો , આપણે સૌ આ ‘World Food Day’ ના દિવસે નિશ્વય કરીએ કે આપણે અન્નનો બગાડ કરીશું નહી અને જરૂરિયાતમંદ લોકો સુધી પૂરતું અન્ન પહોંચે તેવા પ્રયત્ન કરીશું.

393 views0 comments
bottom of page