top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Environment day - (Secondary Section)



પાંચમી જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. ૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા પાંચમી જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ હતો. આ વર્ષને સુવર્ણ જયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સયુંકત રાષ્ટ્ર (UN) દ્વારા “પ્લાસ્ટિક અને પ્રદુષણને હટાવો” વિષય વસ્તુ હેઠળ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદુષણ નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આજરોજ વિશ્વમાં પર્યાવરણને બચાવવા માટે ઘણાં પ્રયાસ કરવામાં આવે છે.આ દિવસ અંતર્ગતગજેરા વિધાભવનમાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝર ધારાબેન અને કિશોરભાઈના માર્ગદર્શન નીચે પર્યાવરણની જાગૃતિ વિશે શાળાના કોન્ફરન્સ હોલમાં ધોરણ 8 અને 9 ના બાળકોની ડીબેટ રાખવામાં આવેલ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી રવિભાઈ કાચરિયા અને કનુભાઈ સોજીત્રા દ્વારા કરવામાં આવેલ હતું.

NCC બટાલિયન-10 અંતર્ગત શાળાની આસપાસની સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

153 views0 comments
bottom of page