top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Environment Day.



આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. મિત્રો દર વર્ષે 5 મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં અને દેશમાં પ્રદૂષણ ખૂબ જ ફેલાઈ રહેલું જોવા મળે છે. આમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો હેતુ એ પર્યાવરણ ની રક્ષા કરવાનો છે. આ દિવસની ઉજવણીની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1972 માં વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. 5 જૂન થી 16 જૂન દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 1974 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

દર વર્ષે ૧૪૩ થી વધુ દેશો આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે અને ઘણા સરકારી, સામાજિક અને વ્યવસાયિક લોકો પર્યાવરણીય સંરક્ષણ, સમસ્યાઓ વગેરે વિષય પર વાતો કરે છે. પર્યાવરણને સુધારવા માટે આ દિવસ મહત્વનો છે જેમાં સમગ્ર વિશ્વ રસ્તામાં ઉભા પડકારોને ઉકેલવાનો માર્ગ શોધે છે. વિશ્વ પર્યાવરણ દિવસ એ લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી વાર્ષિક ઘટના છે. તેનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રકૃતિની રક્ષા માટે જાગૃતિ લાવવાનો છે અને વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ કે જે દિન પ્રતિદિન વધી રહ્યા છે તેને જોવાનો છે.

આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ કતારગામ ખાતે 5મી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ-9 નાં વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝર ધારાબેન અને કિશોરભાઈએ આપ્યું હતું. જેમાં શાળાનાં શિક્ષક શ્રી શૈલેષભાઈ, સાવલિયા આશીષભાઈ અને અલ્પેશભાઈ પટેલ સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા સાંભળી હતી. જેમાં વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

101 views0 comments
bottom of page