top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Emoji Day


આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળ થઈ રહી છે. આજના સમયમાં મોટાભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. મોબાઈલ આજે સંદેશાવાહક તરીકે સીમિત ના રહેતા શિક્ષણ માટે પણ અતિ ઉપયોગી થઈ રહ્યો છે. મોબાઈલમાં આવતા અવનવા ઈમોજીથી નાના-મોટા સૌ પરિચિત છે.

"ઈમોજી એટલે લાગણીઓને આપ-લે કરતા નાના ચિત્રો"

ઈમોજી આજના સમયમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું સૌથી સરળ માધ્યમ બની ગયું છે. આ ઈમોજી નાના બાળકો, યુવાનો અને ઘરડા લોકો પણ ઉપયોગ કરે છે. જ્યારે કોઈ વાતનો આપડે સીધો જવાબ આપવો હોય તો તમે ઈમોજી મોકલો છો તો સામેવાળાને વાત સમજાઈ જાય છે અને એને મજા આવે છે.

આમ, ઈમોજી એટલે એવા આઈકોન, જ્યાં તમારા શબ્દો ખુટી પડે તેમ છતાં તેના માધ્યમથી તમારી લાગણીઓ વ્યક્ત કરી શકાય.

ઈમોજીની શોધ સૌથી પહેલા એક યુવાન ૧૯૬૩માં કરી હતી. જેનું નામ 'હાવીરોસ બોલ' અને જોતજોતામાં તેમના બનાવેલા ઈમોજી આખી દુનિયામાં ફેમસ થઈ ગયા.

૧૭ જુલાઈ 'ઈમોજી વૈશ્વિક ઉજવણી' માનવામાં આવે છે. મોટી મોટી કંપનીઓ પોતાની વસ્તુઓ બજારમાં લોન્ચ કરવા માટે તેમના પોતાના ઈમોજી બનાવે છે. એ ઈમોજી એક હજાર વર્ષના મેસેજિંગ એડ કરતાં વધુ છે. તે ભાષાની જેમ વિચારો, નાના ભાવનાશીલ પાત્રોથી ડિજિટલ વિશ્વમાં જન્મેલી, નવી ભાષાનું પ્રતિનિધિત્વ કરે છે અને કેટલાક વર્ષોથી લોકોની વાતચીત કરવાની રીતનું લક્ષણ બની ગયા છે.

ઈમોજીને જાપાનના ડિઝાઈનર શિગેતાકા કુરીતાએ 25 વર્ષની ઉંમરમાં તૈયાર કર્યા હતા અને ઈમોજી ના 176 સેટ તૈયાર કર્યા હતા. ઈમોજી ની એક પોતાની અલગ દુનિયા છે. ઈમોજી ન માત્ર ઈમોશનલ વ્યક્ત કરવાનું માધ્યમ છે પરંતુ તેના દ્વારા પોતાનું રિએક્શન પણ શ્રેષ્ઠ રીતે આપી શકીએ છીએ. વિશ્વભરમાં 5 અબજથી વધારે ઈમોજી દરરોજ ઉપયોગમાં લેવાય છે.

ઈમોજી એ ઈલેક્ટ્રોનિક સંદેશાઓ અને વેબપૃષ્ઠોમાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રાત્મક, લોગોગ્રામ આઈડ્રોગ્રામ્સ અને સ્માઈલીઝ છે.

ટેકનોલોજીના આ દુનિયામાં બાળક પોતાની લાગણી અને ભાવનાથી વિસરી ન જાય એ માટે તેમજ બાળકોને જીવનમાં લાગણી અને ભાવનાઓનું શું મહત્વ છે તેની સમજ બાળકોને આપવા માટે વરચ્ચુઅલ ક્લાસમાં ઈમોજી ડેની ઉજવણી

કરવામાં આવી. જેમાં બાળકોને વિવિધ એક્ટિવિટી દ્વારા ઈમોજીની સમજ આપી. જેમકે રંગીનમાટી માંથી વિવિધ ભાવ દર્શાવતા ઈમોજી બનાવ્યા, બિસ્કીટ ઉપર પણ વિવિધ ઈમોજી દોરાવ્યા. વિવિધ લાગણીઓને વ્યક્ત કરતી એક નાનકડી એક નાટ્યકૃતિઓ ઓડિયો વિઝયુઅલ દ્વારા બતાવવામાં આવી અને શિક્ષકોએ જુદી જુદી લાગણીઓ દર્શાવતી નાની-નાની સ્પીચ આપી જેમાં બાળકોને ખુબ જ મજા આવી.


78 views0 comments
bottom of page