gajeravidyabhavanguj
"World Earth Day"
"No Earth No Birth"
શું તમે જાણો છો વિશ્વપૃથ્વી દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
વેદોમાં પૃથ્વીને માતા માનવામાં આવી છે. તેની સુરક્ષા આપણું કર્તવ્ય છે.પરંતુ ચિંતાનો વિષય તો એ છે કે, પૃથ્વી પર સતત તાપમાન વધી રહ્યું છે, પ્રદૂષણ પણ વધી રહ્યુ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આમ જ ચાલતું રહ્યું, તો 2070 સુધી આ પૃથ્વી રહેવાને લાયક નહીં રહે. તાપમાન સહન કરવાને લાયક નહીં રહે. પૃથ્વી પર પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા છે. ઠેર ઠેર વૃક્ષો નું નિકંદન થઈ રહ્યું છે. આ માટે પૃથ્વીની વય વધારવી એ આપણું કર્તવ્ય છે.આથી જ દર વર્ષે 22, એપ્રિલ ના રોજ લોકોમાં પર્યાવરણની જાગૃક્તા ફેલાવવા વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ પૃથ્વી દિવસ પ્રથમવાર 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય .આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈક કરતા રહેવું જોઈએ.પરંતુ પોતાની વ્યસ્તતા માં વ્યસ્ત માણસ જો પૃથ્વી દિવસ ના દિવસે થોડું ઘણું યોગદાન આપે તો ધરતીના કરજ ને થોડું ઉતારી શકાય. સાથે જ વિશ્વના તમામ દેશોએ હવામાન ગ્લોબલ વોર્મિંગ ની અસરોથી પૃથ્વીને બચાવવા માટેના તીવ્ર હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.