gajeravidyabhavanguj
World Bicycle Day

3 જુન એટલે આંતરરાષ્ટ્રીય સાયકલ દિવસ તરીકે ઉજવામાં આવે છે.તો ચાલો આજે આ દિવસનું મહત્વ જાણીએ.
ભારત જેવાં વિકાસશીલ દેશમાં વાહન તરીકે સાયકલ ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે.તેમ છતા ભારતમાં પ્રવર્તમાન સમયમાં સાયકલ ચલાવતા લોકોને આર્થિક પછાત અથવા ગરીબની યાદીમાં ગણવામાં આવે છે.અન્ય દેશોમાં સાયકલ નું મહત્વ અન્ય દ્રષ્ટીએ જોવામાં આવે છે તો ચાલો સાયકલનો ઇતિહાસ જાણીએ.
સાયકલ દિવસ નો ઇતિહાસ :-
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌપ્રથમ સતાવાર વિશ્વ સાયકલ દિવસ 3 જુન ૨૦૧૮ ના રોજ ઉજવવાની શરૂઆત કરવામાં આવી.ભારત માં પણ 2 જુન ના દિવસે સાયકલ દિવસ ઉજવવા આવે છે.સાયકલ એક એવું વાહન છે જે પરિવહ માટે સરળ,વ્યાજબી કિંમત અને લાઈસન્સ ની જરૂર નથી.પર્યાવરણ નું રક્ષણ કરે છે.આજના પેટ્રોલ/ડીઝલ ના ભાવ જોતા અને કોરોનાની પરિસ્થિતિ જોતા સાયકલ નું મહત્વ વધતું જાય છે.
ભારતમાં સાયકલ એ આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે ઈ.સ.૧૯૬૦ થી ૧૯૯૦ ના દશકમાં આપણા દેશમાં મોટાભાગના પરિવારમાં સાયકલ હતી જ
સાયકલ અને તેનું સ્થાન :-
ગામડાઓમાં ખેડૂતો ખેતર/વાડીએથી ચીજવસ્તુ કે પાક લાવવો તથા બજાર સુધી પહોંચાડવામાં સાયકલનો ઉપયોગ કરતો.તો વળી દૂધ વેચનાર પણ સાયકલનો ઉપયોગ કરતા શહેરમાં પેપર વેચવાવાળો પણ સાયકલ નો ઉપયોગ કરતો અને આપણા દેશમાં ટપાલી પણ સાયકલ લઈને ટપાલો લોકો સુધી પહોચાડતો.વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સાયકલ સસ્તું વાહન છે
સાયકલનું મહત્વ અને ફાયદા :-
Ø રોજના 30-35 મિનીટ સાયકલ ચલાવવાથી શરીરની ચરબી ઓછી થાય છે
Ø જો રોજ સાયકલ ચલાવવામાં આવેતો તાજી હવા પણ મળે છે
Ø આજના પેટ્રોલ/ડીઝલ ના ભાવો જોતા આર્થિક રીતે ફાયદો થાય છે
Ø ટ્રાફિકના નિયમની ઝંઝટ માં પડવું પડતું નથી
Ø પર્યાવરણમાં પ્રદુષણ ફેલાતું નથી
Ø નાના બાળકો રોજના અડધો કલાક સાયકલ ચલાવે તો હાડકા મજબુત બને છે આત્મવિશ્વાસ વધે છે અને ઊંચાઈ માં વધારો થાઈ છે
Ø શરીર ની ઈમ્યુન પાવર વધે છે અને આરોગ્ય સારું રહે છે
આમ આ દિવસની ઉજવણી કરી લોકોમાં પર્યાવરણીય જાગૃતતા અને આપણા સ્વાસ્થ્ય માટે સાયકલ નું અનેરું મહત્વ રહેલું છે.