top of page
  • Writer's picturegajeravidyabhavanguj

WORLD ANIMAL DAY


“સુવિધા માનવી ઝંખે છે,

પ્રાણી માત્ર પ્રેમ ઝંખે છે,

ફર્ક એટલો છે, કે માનવીની જીજીવિષા અધિક છે,

પણ પ્રાણી માત્ર ને માત્ર માનવી ની સહાનુભૂતિ ઝંખે છે.”


'વિશ્વ પશુ દિવસ એટલે કે વર્લ્ડ એનિમલ ડે' દર વર્ષે ચાર ઓક્ટોબરના દિવસે વિશ્વ પ્રાણી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને વિશ્વભરમાં વિશ્વાસ ધર્મ અને રાજકીય અને વિવિધ પદ્ધતિઓ થી મનાવવામાં આવે છે. વિશ્વ પશુ દિવસ વ્યક્તિઓના સમૂહ, તેમના સમર્થન અને વિશ્વભરમાં કલ્યાણનાં હેતુ માટે મનાવવામાં આવે છે, પશુ દિવસના અવસરે લોકોને ચર્ચામાં સામેલ કરવા અને પશુઓ પ્રત્યે ક્રૂરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન કરનાર જેવા વિવિધ મુદ્દાઓ પર જાગૃતતાનો ઉદેશ્ય છે.


વિશ્વ પશુ દિવસનો હેતુ પશુ કલ્યાણના હિત માટેનો હતો. અને તેના માટે સુધારા કરવાનો અને વ્યક્તિઓના સમર્થન પ્રાપ્ત કરવાનો છે. તે ઉપરાંત સૌથી વધુ વિશિષ્ટ હેતુ એ છે કે હાલની પરિસ્થિતિ દિવસેને દિવસે પશુઓ માટે ખૂબ જ બગડતી જાય છે, તો આપણા જાણીતા જંગલોમાંથી ઘણાં પશુઓની જાતિ એવી છે કે જે વિલુપ્ત થતી જાય છે. તો એવા પ્રાણીઓની જાતિ ને કઈ રીતે બચાવી શકાય, કે તેમનું રક્ષણ કરવાનો અને માનવી સાથે પશુઓં ના સંબંધને મજબૂત કરવાનો છે.



મનુષ્ય તરીકે આપણી પણ ફરજ બને છે કે આપણે સૌએ ભેગા મળીને પશુઓની રક્ષા કરવી જોઈએ. જેમ જેમકે રખડતા ઢોર-ઢાંખર, તેમને પડતી મુશ્કેલીઓ, તેમના થતા અકસ્માત પર તેમની સારવાર કરી તેને સાજા કરવા. તે ઉપરાંત લોકો થકી ગમે ત્યાં કચરાઓ ફેકાય છે. તેની સાથે જે પ્લાસ્ટિક બેગ પણ એ કચરામાં હોવાથી રખડતા ઢોર એ કચરા સાથે આરોગે છે. અને તેનાથી તેઓને ઘણું નુકસાન પહોંચે છે, તો આ વાત આપણે સૌ કોઈએ સમજી ગમે ત્યાં કચરો ન ફેંકતા તેમજ પ્લાસ્ટીક બેગ ગમે ત્યાં ન ફેકતા એ પશુઓને આપણે બચાવી શકીએ છીએ અને તેને એક નવું જીવન આપી શકીએ છીએ.


“જબ રખોગે જીવો કા ધ્યાન તભી બનેગા દેશ મહાન”

388 views0 comments
bottom of page