top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Animal Day


4th ઓક્ટોબર એટલે "World Animal Day" વિશ્વ પ્રાણી દિવસનું મિશન "સમગ્ર વિશ્વમાં કલ્યાણના ધોરણોને સુધારવા માટે પ્રાણીઓની સ્થિતિ સુધારવાની આવશ્યકતા છે. વિશ્વ પ્રાણી દિવસની ઉજવણીનું નિર્માણ પ્રાણી કલ્યાણ ચળવળ માટે છે, તેને વિશ્વની વધુ શ્રેષ્ઠ સંપત્તિ બનાવવા માટે વૈશ્વિક શક્તિમાં એકત્રિત કરે છે. બધા જ પ્રાણીઓના સંરક્ષણ રાષ્ટ્રીયતા, ધર્મ, શ્રદ્ધા કે રાજકીય વિચારધારાને ધ્યાનમાં લીધા વગર દરેક દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. વધતી જાગૃતિ અને શિક્ષણ દ્વારા આપણે એક એવું વિશ્વ બનાવી શકીએ છીએ જ્યાં પ્રાણીઓને હંમેશા સંવેદનશીલ માણસો તરીકે ઓળખવામાં આવે છે અને હંમેશા સંપૂર્ણ આદર આપવામાં આવે છે.

“जानवर कोई चीज नहीं बल्कि एक जीवित जीव है,

जो हमारी करुणा, सम्मान ,दोस्ती और समर्थन के योग्य है।"

આમ આ દિવસનું સેલિબ્રેશન એટલે કે ઉજવણી દ્વારા બાળકોમાં નૈસર્ગિક સંપત્તિ અને પ્રાણીઓનો વિકાસ ની જાળવણી અને તેમના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે આ હેતુ સિદ્ધ કરવા માટે આપણી શાળામાં વર્લ્ડ એનિમલ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું પરિણામે વિદ્યાર્થીઓમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જાગે, સભાનતા કેળવાય અને તેમની જાળવણી ના પાયા ના બીજ રોપાય. માત્ર બાળકો જ નહીં પરંતુ દરેક જે પોતાની સુવિધાઓ માટે પ્રાણી સંપત્તિ નષ્ટ કરતા જાય છે તેને અટકાવવા માટે બધાએ સતત પ્રયત્નશીલ રહેવું પડશે કારણ કે પ્રાણીઓ વફાદારીથી આપણી સેવા કરે છે તે આપણા મિત્રો છે હંમેશા તેમના ઉત્કર્ષ માટે સરકાર પ્રયત્નશીલ રહે છે તેમણે અભયારણ્યો અને પ્રાણી સંગ્રહાલય, પશુ દવાખાના વગેરે ઉભા કરી તેમની કાળજી રાખવામાં આવી છે. આમ સરકાર દ્વારા તો સતત પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ અબાલ-વૃદ્ધ એટલે કે નાના થી મોટા મળીને સૌ સજાગ બને તે હેતુથી વર્લ્ડ એનિમલ ડે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પ્રાથમિકતા થી જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભર્યું વર્તન કરે અને તેમનો આદર અને માન સન્માન કરે તેવી માહિતી આપીએ. અત્યારના આધુનિક સમયમાં માનવી પોતાના ઉત્કર્ષ માટે સ્વાર્થી બનીને પોતાના શોખ પુરા કરવા માટે પશુધનનો દુરુપયોગ કરવા માંડ્યો છે અને તેને પરિણામે કેટલીક પશુઓની જાતિ લુપ્ત થવા માંડી છે.

यह संदेश जन जन तक पहुंचाना है,

पक्षियों की सुरक्षा होगी, तो पर्यावरण की सुरक्षा होगी।

આંતરરાષ્ટ્રીય પ્રાણી દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન માં ધોરણ-1 અને 2 માં માસ્ક મેકિંગની ઓનલાઈન એક્ટિવિટી કરવામાં આવી જેમાં 22 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જુદા જુદા પ્રાણીઓના માસ્ક બનાવ્યા. તે બદલ ગજેરા શાળા પરિવાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.

આમ, આજના આ દિવસે આપણે સૌ સાથે મળીને પ્રાણીઓની લુપ્ત થતી જતી જાતિ અટકાવવા અને તેમના ઉત્કર્ષ અને વિકાસ માટે લેવાતા પ્રયાસોમાં સહભાગી થઈને આપણી ફરજ નિભાવીશું. તેવા પ્રયત્નો તો કરી જ શકીએ.

Happy World Animal Day



516 views0 comments

Recent Posts

See All
bottom of page