top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Women’s Equality day.


આજરોજ કતારગામ ખાતે આવેલ શ્રીમતી એસ.એચ.ગજેરા મા. & ઉ.મા. શાળા (ગુજરાતી માધ્યમ) માં તા.26/08/22 ને શુકવારનાં રોજ મહિલા સમાનતા દિન ઉજવણી નિમિતે શાળામાં વક્રતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ યોજાઈ હતી. ધોરણ 9 બાળકો દ્વારા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઈ.સ. 1971 થી મહિલા સમાનતા દરજ્જા માટે લડત આપનાર મહિલા વકીલ બેલા અબઝૂગનાં પ્રયાસથી 26 ઓગ્ષ્ટને મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ સમાજનો એક આધાર સ્તંભ જેનાં વિના આ સમાજની કલ્પના કરવી પણ બેકાર છે. સ્ત્રીઓતેમનાં જીવનમાં એક સાથે ઘણી ભૂમિકાઓ ભજવે છે. જેમકે માતા, પત્ની, બહેન, શિક્ષક, મિત્ર તેમને દરેક સંબધો નિભાવવા સારી રીતેઆવડે છે. કેવી રીતે વિકટ પરીસ્થિતિમાં નિષ્ફળતાઓનો મુકાબલો કરવામાં આવે અને સફળતાતરફ ડગ માંડવામાં આવે પરંતુ આ બધાની વચ્ચે એક પ્રશ્ન દરેકનાં મનમાં આવે છે કે શું આજે પણ મહિલાઓ દરેક ક્ષેત્રમાં સમાન છે? આ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવે છે. શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે તેમજ શાળાના શિક્ષકશ્રી શીલાબેન તેમજ ઋષિતાબેન કાનાણી નિર્ણાયકશ્રી તરીકે સેવા બજાવી હતી. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

214 views0 comments
bottom of page