top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Without farmers, no country can progress.


“ખેડૂતો વાસ્તવિક હીરો છે કારણ કે, તેમના સમર્પણ અને પ્રયત્નોથી તેઓ ઉજ્જડ જમીનને એવી જમીનમાં ફેરવે છે જે ખોરાક ઉત્પન્ન કરે છે”.


ચાલો કિસાન દિવસ પર તેમને વંદન કરીએ. 23 ડિસેમ્બર એટલે ભારતીય કિસાન દિન આ દિવસને આપણે શા માટે ઉજવીએ છીએ? તો તેના વિશે કેટલીક મહત્વની બાબતો જાણીએ. 23 મી ડિસેમ્બરે ભારતનાપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ ની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. તેમણે ખેડૂતની મૈત્રી પૂર્ણ નીતિઓ લાવવા અને ખેડૂતોના કલ્યાણઅર્થે પ્રયત્નો કર્યા હતા. તેમણે નાના અને સીમાન્ત ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યો હતો તેને 'કિસાન ઘાટ' તરીકે ઓળખવામાં આવે છે ભારત સરકારે વર્ષ 2001 ચૌધરી ચરણસિહં ના સન્માનમાં દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવાનો નિર્ણય લીધો હતો.



“જો તમે ખેડૂત હોવ તો તમે ખરેખર આશીર્વાદિત છો કારણ કે તમે વિશ્વમાં સૌથી અદ્ભુત

કામ કરી રહ્યા છો ... અન્ય લોકો માટે ખોરાક ઉગાડવા માટે.”


આમ ખેડૂતોની જગતની સેવા કરવાની અનોખી પ્રણાલિકા સન્માનિત કરવા તથા તેમનું માન સન્માન જાળવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટેનો દિવસ એટલે નેશનલ ફાર્મસ ડે. આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ દર વર્ષે આ દિવસ ખૂબ જ હર્ષોઉલ્લાસ સાથે અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ગજેરા વિદ્યાભવનના બાળકો પણ ભારતીય કિસાન દિન નિમિત્તે શાળામાં વિવિધ એક્ટિવિટી જેવી આજના યુગમાં ખેડૂતને આશીર્વાદરૂપ બની રહેલા આધુનિક સાધનોની માહિતી તથા ડ્રામા દ્વારા લોકોમાં ખેડૂતો પ્રત્યે આદર અને સન્માનની ભાવના જાગૃત કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. તેની સાથે સાથે બાળકો નાસ્તામાં પણ અનાજ, કઠોળ અને શાકભાજીમાંથી બનેલી વિવિધ વાનગીઓ તથા ફળો પોતાના નાસ્તામાં લાવ્યા હતા. આમ બાળકો ખેડૂતોની જીવનશૈલી અને કાર્યશૈલી વિશે માહિતગાર થાય તથા ખેડૂતો કેટલી મહેનત દ્વારા પાક નું ઉત્પાદન કરે છે તેની સમજ આપવાનો નાનેરો પ્રયાસ ગજેરા વિદ્યાભવનના પરિવારના સભ્યોએ કર્યો હતો.

તો આજે આપણે એક સંકલ્પ કરીએ. કે આપણે હર હંમેશ અનાજનો બગાડ કરીશું નહીં. પોતાની જરૂરિયાત પૂરતો જ ખોરાક પોતાની ડીશમાં લઈશું. જેથી જે લોકો અનાજ વિહોણા રહી જાય છે તેમને એ અનાજ મળી રહે તો આજના આ કિસાન દિન નિમિત્તે તમામ ખેડૂતોને કોટી કોટી વંદન.





“ભારતના કરોડરજ્જુ સમાન તે આ દેશનો કિસાન”


एक दिन जी कर देखो जिंदगी किसान की,

कैसे वो अपनी मेहनत और

मिट्टी से थालियांँ सजा देता है

हिंदुस्तान की......



892 views0 comments
bottom of page