gajeravidyabhavanguj
WILDLIFE EDUCATION
Updated: Jan 5
આજરોજ કતારગામ ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓને WILDLIFE EDUCATION & CHARITABLE TRUST દ્વારા સાપોની અલગ અલગ જાતિઓ વિશે ઝેરી, બિન ઝેરી, અર્ધ ઝેરી સાપો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
એમના જણાવ્યા અનુસાર દુનિયામાં સાપની કુલ 3000 જાતિ છે જેમાં ભારતમાં ૨૭૯ જેટલી પ્રજાતિ જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં ૬૪ થી વધારે પ્રકારના સાપની પ્રજાતિ જોવા મળે છે, તેમના જણાવ્યા અનુસાર બધા જ સાપ ઝેરી હોતા નથી કુલ ત્રણ પ્રકારના સાપ જોવા મળે છે.
(૧) ઝેરી,(૨)બિન ઝેરી (૩) અર્ધ ઝેરી
એમાં પણ જમીન પર મળતા સાપોમાં બે પ્રકારનાં ઝેર જોવા મળે છે. (૧) ન્યુરોતોક્ષીક અને (૨) હિમોતોક્ષીક.
સામાન્ય રીતે આપણે એવું જાણીએ છીએ કે સાપ ઈંડા મૂકે છે. પણ દરેક સાપ ઈંડા મુકતા નથી. કેટલાક સાપ એવા પણ હોય છે કે જે બચ્ચાને જન્મ આપે છે.
બોવા (BOA) અને વાઈપર (VIPER) પ્રજાતિના સાપ છે તે બચ્ચાને જન્મ આપે છે. જ્યારે બાકીની પ્રજાતિના સાપ ઈંડા મૂકે છે. ઇનલેન્ડ ટાઈપેન જે દુનિયાનો સૌથી ઝેરી સાપ છે. ભારતનો સૌથી ઝેરી સાપ કાળોતરો છે. કિંગ કોબ્રા દુનિયાનો સૌથી લાંબો ઝેરી સાપ છે. અને દુનિયાનો સૌથી લાંબો બિન ઝેરી સાપ પાઈથન (અજગર) છે. દુનિયાનો સૌથી વજનદાર સાપ એનાકોનડા છે. રસલ્સ વાઈપર, સો સ્કેલ વાઈપર, બામ્બુ પીટ, સેન્ડલ કોરલ જેવા અલગ અલગ પ્રજાતિ વિશેની સમજ આપી. સ્લેન્ડર કોરલ ખૂબ જ નાનો ઝેરી સાપ છે.
અર્ધઝેરી સાપ માં સ્મુથ સ્નેક, કેટ સ્નેક , beddome snake, lith's Snake, Dogface water Snake, Glossy mars Snake. બિનઝેરી સાપમાં પાઈથેન, કોમનસેન્ડ બોવા, ધામણ, Common wolf Snake, yellow spotted wolf સાપ ની પ્રજાતિ ૩/૪ થી લઈને ૫૦/૬૦ ઈંડા મૂકી શકે છે. Dogface water snake (શ્વાન મુખી સાપ),Glossy mars water Snake, ફાઈલ સ્નેક આ ત્રણ સાપ નદી અને દરિયો જ્યાં ભેગા થતા હોય એવા કિનારા પર જોવા મળે છે. રૂપ સુંદરી, બ્રાઉન્સ બેક (તામ્રપીઠ) કોમન કૂકરી જેવા સાપો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
તે ઉપરાંત વિદ્યાર્થીઓને સાપોને કઈ રીતે ઓળખી શકાય. તે વિશેની યોગ્ય સમજ આપી તે ઉપરાંત જો સાપ કરડે તો તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તેની ડેમોસ્ટ્રેશન દ્વારા સમજુતી આપી.