gajeravidyabhavanguj
Welcome To School
Updated: Nov 25, 2021
“પૂછે કોઈ કે કેવું રહ્યું શૈક્ષણિક વર્ષ?”
તો વાયુ થી શરૂ થયેલ સફર
કોરોનાએ આવી અટકી,
વાવાઝોડાથી શરૂ થયેલી સફર
મહામારીએ આવી અટકી,
પ્રોત્સાહન વગર શરૂ થયેલી સફર
વિદ્યાર્થીઓના વિદાય વિના જ અટકી,
મોબાઈલનો શાળામાં બહિસ્કાર કરતી સફર
મોબાઈલને જ શાળા બનાવી અટકી,
વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી સફર
વિદ્યાર્થીઓના કલરવ વગર જ અટકી.
અધ્યાપક છે યુગનિર્માતા,વિદ્યાર્થી છે રાષ્ટ્રના ભાગ્યવિધાતા
કોરોનાની મહામારી બાદ દોઢ વર્ષ પછી સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ-1 થી 5 નું શૈક્ષણિક વર્ષ કાર્ય શરૂ કરવામાં આવ્યું તેથી તારીખ-23/11/2021 ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને તેમજ ઢોલ-નગારા સાથે તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું તેમાં ધો-1 અને 2 ના વિદ્યાર્થીઓ કે તેમણે શાળા પણ જોઈ ન હતી તેઓનું એક્ટિવિટી લર્નિંગ કરવામાં આવ્યું હતું. બગીચામાં રમતો, કાર્ટૂન મૂવી વગેરે સાથે વિદ્યાર્થીઓને ખૂબ મજા કરાવવામાં આવી હતી. તમામ બાળકો પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં હતા સાથે શિક્ષકોનો પણ ઉત્સાહ એટલો જ હતો.
આ રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગજેરા શાળા પરિવારે વિદ્યાર્થીઓનો શાળાનો પ્રવેશોત્સવ ખૂબ જ યાદગાર બનાવ્યો.નાના ભૂલકાઓની શાળાએ આવવાની આતુરતાનો અંત આવી ગયો. સૂમસામ બનેલી શાળાઓ નાના ભૂલકાઓની કિલકારીઓથી ફરી આજે ગૂંજી ઊઠી.