top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Webinar: Growing with kids as a young parent


વર્તમાન સમયમાં માતા-પિતાને સૌથી વધુ મુંજવતો પ્રશ્ન હોય તો તે બાળકોનો સર્વાગી વિકાસ અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને તે માટે તેઓ અથાગ પ્રયત્નો કરે છે. બાળકને નાનપણથી સંસ્કાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાન માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે અત્યંત જરૂરી છે.

દરેક માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્યને લઈ ને ચિંતિત જ હોઈ છે. બાળકનું સ્વાસ્થ્ય હોઈ

કે તેના અભ્યાસને લગતી પ્રવૃત્તિ કે પછી સારા સંસ્કારોનું સિંચન કરવું બધે જ માતા-પિતાનો રોલ મુખ્ય હોઈ છે. તેનું ભવિષ્ય કેમ ઉજળું બનાવવું તેના માટે ક્યાં પગલાં લેવા જોઈએ એ બધી જ માતા-પિતા અને શિક્ષકની જવાબદારી છે. માત્ર શિક્ષણથી જ બાળકનો સર્વાગી વિકાસ નહિ થાય એ માટે શાળા, મતા-પિતા, પરિવાર, વાતાવરણ,

સમાજનું સંકલન જરૂરી છે. બાળક માતા-પિતાનાં વાણી વર્તનનું અનુકરણ અને અવલોકન કરી દુનિયા જોતા શીખે છે. વાલીશ્રીને બાળકના જીવન ઘડતર વિષે યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે અમારા બાલભવનમાં સ્પીકર માધવી શાહ દ્વારા ‘Growing with kids as a young parent’ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

માધવી શાહ જેઓ સયાજી વૈભવ લાઈબેરીના ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં યોજાયેલા ‘વાંચે ગુજરાત પ્રોજેક્ટ’ ટીમના સભ્ય તરીકે તેઓએ સક્રિય ભાગીદારી કરી હતી.

તેમણે વાલીશ્રીઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જ સુંદર માર્ગદશન આપ્યું હતું. જેમકે,

બાળકોને પ્રથમ પાંચ વર્ષ સમય-પાલન, નિયમિતતા, વાણીવર્તન, ભણતર, વાંચન વગેરે જેવી ટેવો વિકસાવવી, બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરવો. બાળકોના ખોરાક પ્રત્યે કેવી કાળજી રાખવી, બાળકોને નકારાત્મક વાતોથી કેવી રીતે દુર રાખવા, બાળકોને કોઈની સાથે સરખાવો નહિ. બાળકોને લાઈબ્રેરી, વૃદ્ધાશ્રમ,

અનાથ આશ્રમ જેવા સ્થાનોની મુલાકાત કરાવવી જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ વેબીનારમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓએ ભાગ લીધો હતો અને બાળકને લગતા પોતાના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. દરેક વાલીશ્રીથી આ વેબીનારથી ખુબ જ સંતુષ્ટ હતા.

48 views0 comments
bottom of page