gajeravidyabhavanguj
Webinar: Creative Online Classes Teachers Training

"એક શિક્ષક ક્યારેય સંપૂર્ણ નથી હોતો."
કહેવાય છે કે બાળકના જીવનમાં માતા પછી બીજા ક્રમે શિક્ષકનું સ્થાન હોય છે. શિક્ષક ધારે તો વિદ્યાર્થીનું સંપૂર્ણ જીવન બદલી શકે છે. નિરાશાની અંતર્ગતમાં ડૂબેલા વિદ્યાર્થીને સફળતાની ચરમસીમા સુધી પહોંચાડી શકે છે.

એક શિક્ષક ક્યારેક નિવૃત થઈ શકતો નથી. અભ્યાસક્રમ ભલે બદલાઈ જાય પરંતુ તેમની ભણાવવા માટેની લાગણી કે પ્રેમ બદલી શકાતો નથી. જે પ્રકારે એક કુંભાર માટી લઈને તેને ચાંકરડા પર મુકે છે. ત્યારે એક હાથે સંભાળે અને એક હાથે તેને આકાર આપે છે. આ બન્ને પ્રવૃત્તિ તે એક સાથે કરે છે. શિક્ષકે પણ કુંભારની જેમ જ એક હાથે વિદ્યાર્થીઓને ભણાવે છે તો બીજા હાથે તેમના જીવનમાં સંસ્કારોનું સિંચન પણ કરે છે.
"માતા-પિતા જીવન આપે છે. જયારે જીવન જીવવાની કળા તો શિક્ષક જ શીખવાડી શકે છે."

બાળક જયારે શાળામાં પ્રવેશ કરે છે. ત્યારે એક શિક્ષક જ સર્જનહાર અને પાલનહારની ભૂમિકા અદા કરે છે. વર્ગમાં બાળકને ઉત્સાહપૂર્ણ વાતાવરણ મળી રહે અને તે અભ્યાસકાર્ય પ્રત્યે પ્રોત્સાહિત થાય તે જોવાની જવાબદારી શિક્ષકની છે. તેને કોઈ વિષય ન ગમતો હોય તો તેનું કારણ શોધી બાળકને તે અંગે પ્રોત્સાહિત કરવાનું કામ પણ શિક્ષકનું છે.

અભ્યાસમાં થતાં પરિવર્તન સાથે તાલમેળ સાધવા તેણે કંઈકને કંઈક નવું શીખતાં જ રહેવું પડે છે. તેથી અમારા બાલભવનમાં Mrs. Neha Gandhi દ્વારા "Creative Online Classes Teachers Training" ના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઓ જૈન સોશિયલ ગ્રુપ સંગીનીના પ્રેસિડેન્ટ છે. સાહિત્ય સાથે (વિષય) M.A. માં વિષારદ કર્યુ છે. તેમજ લાઈફસ્કીલ ટ્રેનર છે જેમને ઈફેક્ટીવ ઓનલાઈન ટીચિંગ મેથડ માટે શિક્ષકોને ખુબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

જેમકે ક્લાસની શરૂઆત જોશ અને ઉત્સાહથી કેવી રીતે કરવી, બેઠા બેઠા પણ બાળકોને વોર્મઅપ કેવી રીતે કરાવવું. વિવિધ પ્રોપ્સ અને હાવભાવ દ્વારા બાળકોને કેવી રીતે ભણાવવું. સ્લોલર્નરને કેવી રીતે પ્રોત્સાહિત કરવા બાળકોને ઓનલાઈન ક્લાસમાં જોડાવવા માટે શિક્ષકોએ પણ નાના બાળક બની જવું એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી. નેહા ગાંધી દ્વારા આપવામાં આવેલ ટીપ્સ શિક્ષકોને ઓનલાઈન વર્ગમાં વધુ સારી અને સરળ રીતે બાળકના અભ્યાસમાં મદદરૂપ થઈ શકશે.