gajeravidyabhavanguj
We Run- One Step for My Self

“ખોલ દે પંખ મેરે કહતા હૈ પરિંદા, અભી ઔર ઉડાન બાકી હૈ,
જમીન નહી હૈ મંજીલ મેરી, અભી પૂરા આસમાન બાકી હૈ”
સંસાર એક રંગમંચ છે, અને તેના પર અભિનય કરવા વાળા પાત્ર સ્ત્રી અને પુરુષ બંને છે. દેશના નિર્માણમાં પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

આમ તો ૩૬૫ દિવસ માંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય કેમકે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે અને પગલે મહિલા વગર ચાલતું નથી દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કારણકે ભગવાનને પણ દુનિયામાં જન્મ લેવા માટે એક ‘માં’ ની જરૂર પડે છે.

“નારી તું નારાયણી” જીવનમાં નારીનું મહત્વ લખો એટલું ઓછું છે. જેની પાસે એક આખા વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આખા વિશ્વને સર્જન કરવાની શક્તિ છે તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છે સ્નેહ, સમર્પણ અને સહનશીલતા, સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતી સર્જાય છે. સ્ત્રી એ આ અવનિ પરનું જીવતું જાગતું કાવ્ય છે.
'નારી એક સ્વયં સર્જન, શક્તિ અને કરુણાની સરિતા છે.'
પૃથ્વી પર માનવજીવનો આરંભ થયો ત્યારથી સ્ત્રી અને પુરુષ અસ્તિત્વમાં આવ્યા છે. શરીરના બંધારણની દ્રષ્ટીએ બળ અને બુદ્ધિમાં વિશેષતા ધરાવતા પુરુષોએ સમય જતાં પુરુષપ્રધાન સમાજની સ્થાપના કરી શરીરે નાજુક અને નમણી સ્ત્રીઓએ કુટુંબની સેવાનું કાર્ય પ્રેમથી ઉપાડી લીધું.

સ્ત્રી પૃથ્વી પર ઈશ્વરની જેમ પોતાના દેહથી બાળકનો દેહ ઘડીને જીવન સર્જનનું કામ કરે છે. સ્ત્રી ન હોત તો કદાચ પૃથ્વી પર માનવજાતનું અસિતત્વ જ ન હોય ભગવાને તેને સર્જન-ભૂમિ રૂપે પસંદ કરીને સ્ત્રી જાતિનું ઉચિત ગૌરવ કયું છે.

નારીના જીવનમાં ભગવાને જે સદગુણોનો સંચય કર્યો છે. તે અદ્ભુત છે. પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતા તો એનામાં છે જ તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે. માતા-બહેન, પત્ની અને પુત્રી તરીકે તે પુરુષના જીવનને સ્નેહથી સીંચે છે. આમ, નારી અનેક રૂપે અને ગુણે પુરુષને મદદરૂપ નીવડે છે.

એક સ્ત્રી ધારે તે ક્ષેત્રમાં પોતાની બળ અને બુદ્ધિ વડે સફળતા મેળવી શકે છે. પુરુષપ્રધાન માનસિકતા વચ્ચે પણ તેણે પોતાની મક્કમ ચાલ અને આત્મવિશ્વાસ વડે તેના ડંકા વગાડી દીધા છે. બાળઉછેર થી લઈને સામાજીક, રાજનૈતિક અને ટેકનિકલ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મેળવી લીધું છે.
નારી શક્તિ અને સ્ત્રીની ગૌરવગાથાને બિરદાવવા માટે અમારા બાલભવનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

“મહિલા દિવસ એટલે સન્માનને સ્વીકારવાનો ઉત્સવ” જેમાં વાલીશ્રીઓ (મહિલા) માટે ‘We Run’ ના શીર્ષક હેઠળ મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં બધા વાલીશ્રીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે નિલમ જયાણી કે જેઓ એડવેન્ચર કેમ્પ ટ્રેનર છે. તેઓ મોટીવેશન સમીચ દ્વારા વાલીશ્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બધા જ વાલીશ્રીઓને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે તેઓએ અલ્પાહારની અને ડાન્સની મજા માણી હતી.
સ્ત્રી એટલે...
“જીંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતા પૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદ્ભુત સર્જન....”