top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Toy Making Competition

“રંગબેરંગી રમકડાંની ગાડી આવી રે,

નાનાં-મોટાં જોવા ચાલો શું શું લાવી રે...”

બાળક સાથે બચપણ ને બચપણ સાથે રમકડા. આદિકાળથી રમકડાંનું ખૂબ જ મહત્વ છે. રમકડાં માટીના લોખંડના, પ્લાસ્ટિકના કે રબ્બરના હોય છે. બાળકના જન્મ સમયથી તેના ઘોડિયામાં ચકલી, પોપટ ને રંગબેરંગી ઘૂઘરા આપણે સૌએ જોયા છે અને ખુદ રમ્યા પણ છીએ. રમકડાને કારણે બાળકનો વિકાસ ઝડપથી થાય છે. રમકડા જ બાળકોની ક્ષિતિજને વિસ્તૃત કરે છે.

વિવિધ રમકડાથી બાળકોનો માનસિક વિકાસ થાય છે. બાળ રમકડાને કારણે તેમની દ્રષ્ટિ, શ્રવણશક્તિ અને સ્પર્શેન્દ્રિય લાગણીનો વિકાસ થાય છે. દુનિયાના કોઈપણ બાળકનું બાળપણ રમતો અને રમકડાં વિના અશક્ય છે. બાળકને પોતાની આસપાસની વસ્તુમાંથી જગત વૈવિધ્યપૂર્ણ લાગે છે. રમકડાં માત્ર મનોરંજન નહીં તે એક તાલીમ પણ છે.

બાળકોની વયકથા પ્રમાણેના વિવિધ રમકડા બજારોમાં ઉપલબ્ધ છે. આજે તો ‘ટેડી’ નો જમાનો છે. બાર્બીડોલનો પણ એટલો જ ક્રેઝ છે. નાના બાળકો અસામાન્ય ઝડપે વિકાસ કરે છે. તેથી જ રમકડાને શિક્ષણમાં જોડતા બાળકના રસ-રુચિમાં આનંદ ઉમેરતા તે ઝડપથી શીખે છે અને યાદ પણ રાખે છે.

તેથી જ ગજેરા વિદ્યાભવન, કતારગામમાં ધોરણ-1 અને 2 માં Toy Making Competition નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સામગ્રીમાંથી પોતાની કલ્પનાશક્તિ પ્રમાણે રમકડાં બનાવ્યા હતા. બાળકો પોતાની જાતે રમકડા બનાવી સર્જનનો આનંદ મેળવે તે હેતુસર આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

859 views0 comments

Recent Posts

See All
bottom of page