gajeravidyabhavanguj
“TORAN MAKING COMPETITION ”
“જરૂરી નથી કે બધા બધે કામ આવે વ્હાલા
આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ
સ્વાગત તો બધાનું એ જ કરે છે તોરણ બનીને...”
તોરણની ઉત્પતિ પુરાણોથી મળી શકે છે. તોરણનો ઉપયોગ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર ને સજાવવા માટે થાય છે. ઘરોને સજાવવા પાછળનો મુખ્ય વિચાર ધનની દેવી લક્ષ્મીણે ખુશ કરવાનો અને આકર્ષવાનો છે.

દરવાજા પર તોરણ લટકાવવું શુભ સંકેત માનવામાં આવે છે. જૂદા-જુદા પ્રસંગે, જુદા-જુદા પ્રકારના તોરણ બનાવી શકાય છે અથવા ખરીદી શકાય છે. સામાન્યરીતે પીળાં કે કેસરી ગલગોટાનો ઉપયોગ કરી તોરણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આંબા અને આસોપાલવનાં પાનનો તોરણ બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. કેટલાક લોકો કાપડ,ધાતુ,મોતી વગેરેમાંથી તોરણ બનાવે છે. તો એ જ અનુસંધાનમાં દિવાળીના પાવન પર્વની તૈયારીઓના ભાગરૂપે, ધો ૩ થી 5 ના વિદ્યાર્થીઓએ તોરણ મેકિંગ સ્પર્ધામાં ભાગ લઇ પોતાનામાં છુપાયેલી કળાને અનુરૂપ તોરણ બનાવવાનો પ્રયત્ન કર્યો. જે બદલ ગજેરા શાળા પરિવાર સૌને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવે છે.