top of page
  • Writer's picturegajeravidyabhavanguj

કરો વિચારોનું ચિંતન, વાંચન દ્વારા

“જીવન ભવ્ય છે પણ પુસ્તક દિવ્ય છે.”

વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. વાંચન કોઈકના માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકના માટે જીવનનો સૌથી આદર્શ શિક્ષક. વાંચન એ વ્યક્તિને અર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે.

વાંચન એ વ્યક્તિને જીવન જીવતા શીખવાડે છે. સારું વાંચન વ્યક્તિને દુઃખ માંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. જીવનને જો સાર્થક બનાવવું હોય તો પુસ્તક વાંચવું એ સૌથી મહત્વનું અને પહેલું પગલું છે. પુસ્તકનું અધ્યયન કરી અને પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કહેવાય.

“વાંચનથી વિચારોમાં વિનય અને વિવેક આવે છે.”

એક કવિ એ પુસ્તક માટે ખુબ જ સરસ વાક્ય કહ્યું છે. "A book is a gift you can open again and again." પુસ્તક એવી ભેટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો. પુસ્તકો આપણને ઘણી બધી કળાઓ શીખવી શકે છે. પુસ્તકોના વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે. વિચારોમાં વિનય અને વિવેક આવતા વ્યક્તિની કલ્પનાશક્તિ વધે છે અને જીવનને નવી દિશા મળે છે. તેથી જ ૧૯ જૂન

રાષ્ટ્રીય વાંચન દિવસ ભારતમાં ગ્રંથાલયની ચળવળના પિતા પી.એન.પેનિકર ના સન્માન માટે ઉજવવામાં આવે છે. શિક્ષકો વાંચન કરવા પ્રેરાય એ માટે અમારા બાલભવનમાં પણ 'વાંચન દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ જુદા જુદા લેખકોના પ્રકાશનોનું વાંચન કરી ખૂબ જ સુંદર રીતે પુસ્તક સમીક્ષા કરી હતી.

294 views0 comments
bottom of page