top of page
  • Writer's picturegajeravidyabhavanguj

The World Literacy Day


કોઈપણ દેશના સર્વાંગી વિકાસ માટે સાક્ષરતા એક સૌથી અગત્યનું પરિબળ ગણવામાં આવે છે.

દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન” ઉજવવામાં આવે છે. આ દિવસને “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન” તરીકે ઉજવવાની જાહેરાત UNESCD દ્વારા 17 નવેમ્બર 1965 ના રોજ કરવામાં આવી હતી. અને તેની ઉજવણીની શરૂઆત 1966 ના વર્ષથી કરવામાં આવી હતી. દર વર્ષે વિવિધ થીમ પર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષ 2021ની આપણી ટીમ છે- “Recover and Revitalize education for covid-19 generation.” એટલે કે Covid-19 માં અસર પામેલા શિક્ષણની પુનઃપ્રાપ્તિ અને પુનરુત્થાન કરવું.


“સાક્ષરતા” એટલે માત્ર વાંચન-લેખન કે શિક્ષિત હોવું એ નથી. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ,સમુદાયને સમજાવવું અને તેના દ્વારા નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડવું.ભારતદેશમાં 5 મે 1988ના રોજ “રાષ્ટ્રીય સાક્ષરતા મિશન”ની શરૂઆત કરવામાં આવી હતી. દેશમાં 6 to 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. પરંતુ હજુ પણ ઘણા લોકો તેમના સંતાનોને બાળ મજૂરી કરાવી ને પૈસા રળે છે પણ શાળાએ મોકલતા નથી.


વૈશ્વિક સ્તરે જો વિકાસશીલ દેશોનો અભ્યાસ કરીએ તો તેના વિકાસમાં સાક્ષરતાનો ફાળો વિશેષ છે. તે અંતર્ગત જો આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો એક અભ્યાસ મુજબ 2001માં સાક્ષરતા દર 64.84% હતો, જે 2011માં 74.04% થયો એટલે કે એ દસ વર્ષમાં આપણે નોંધપાત્ર પ્રગતિ તો કરી જ છે. 2018માં સાક્ષરતા દર 79% થયો છે તો આ આશા રાખીએ કે 2021માં 85% સુધી પહોંચી શકાય!!! અલબત્ત, ભારત સરકારનું એક લક્ષ્યાંક છે કે 2022 સુધી તમામને સાક્ષર બનાવવા પ્રયત્ન કરવા જ.


સાક્ષરતા પ્રત્યે દરેક માનવી જાગૃત બને અને માનવ ચેતનાને પ્રોત્સાહન મળે તે માટે જ આપણે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન” ની ઉજવણી કરીએ છીએ. જેથી લોકો શિક્ષણ પ્રાપ્ત કરે અને કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેની તેમની જવાબદારી સમજી શકે. વિશ્વમાં અથવા ભારતમાં ગરીબી નાબૂદ કરવી, બાળમૃત્યુદર ઘટાડવો, વસ્તીવૃદ્ધિ પર નિયંત્રણ કરવું-જેવી મહત્વપૂર્ણ બાબતો ફક્ત સાક્ષરતાને કારણે જ શક્ય બને છે. વિશ્વમાં સારા સમાજની રચના શ્રેષ્ઠ નાગરિક ઘડતર માટે શિક્ષણ આવશ્યક છે.


UNESCO ના એક રિપોર્ટ અનુસાર આપણા દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરલ અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર અને તેલંગાણા છે. અલબત્ત, ભારત સરકાર શિક્ષણ વિભાગની જુદી જુદી યોજનાઓ જેવી કે નિરંતર શિક્ષણ, પ્રોઢ શિક્ષણ,રાત્રી વર્ગ, સાક્ષરતા અભિયાન વગેરેનો સમન્વય કરીને દેશમાં સાક્ષરતાનું પ્રમાણ જાળવવા પ્રયત્ન કરી રહી છે અને તેમાં સફળતા સાંપડી છે. સરકારની સાથે સાથે ખાનગી ટ્રસ્ટ, ખાનગી શાળાઓ તેમજ NGO નો પણ મહદ અંશે ફાળો રહેલો છે.


ટૂંકમાં, માનવ વિકાસ અને સમાજ માટે તેના અધિકારો જાણવા માટે, સાક્ષરતા તરફ માનવ ચેતના વધારવા માટે, સારું જીવવા અને સફળતા મેળવવા માટે સાક્ષરતા જરૂરી છે. એટલે જ તો કહેવાયું છે કે “Literacy is a bridge from misery to hope.” Education in not learning of facts but the training of the mind to think. The aim of education is knowledge not of facts but values. At last, I would like to say-education is the most powerful weapon with which you can change the world. There is no end of it, the journey is continue….

274 views0 comments

Recent Posts

See All
bottom of page