top of page
  • Writer's picturegajeravidyabhavanguj

The Importance of Decision Making in Shaping a Child’s life

'બાળકના જીવનઘડતરમાં નિર્ણયશક્તિનું મહત્વ'

“બાળકો જ વિશ્વનું ભાવિ છે.”

"આ વિશ્વમાં જન્મતું પ્રત્યેક બાળક અનંત ક્ષમતાઓના બીજ લઈને જ જન્મે છે” આ બીજને અનુરૂપ જો પોષણ આપવામાં આવે તો આ વિશ્વ વિભૂતિઓથી ઉભરાઈ જાય.

પરિવારમાં જેવો કોઈ બાળકનો જન્મ થાય, કે તરત જ કુદરતી સહજ રીતે માતા-પિતાના સમગ્ર જીવનનું કેન્દ્ર પોતાનું સંતાન બની જાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમની પ્રવૃત્તિ, પ્રાપ્તિ, સુખ, આનંદ કે સંતોષના પાયામાં બાળક જ તેનું ભવિષ્ય હોય છે.

બાળકને પોતાની શક્તિ કે આવડત વિષે જે ખ્યાલો રહે છે. તેને અનુરૂપ જ તે પોતાની શક્તિનો ઉપયોગ કરતો રહે છે. બાળકને પોતાના માટે કેવો અભિપ્રાય છે? તે પોતાને કેવો માને છે? તે તેની સફળતાને અસર કરતું અગત્યનું પરિબળ છે. સમયાંતરે બાળક પોતાને જે માનતો હોય છે તે પ્રમાણે જ પ્રયત્ન કરે છે. લક્ષ્ય નક્કી કરે છે અને તે પ્રમાણે જ મહેનત કરે છે.

બાળપણથી લઈને આપણે મોટા થયા ત્યાં સુધી હંમેશા લોકો થી પ્રેરાયને આપણે નિર્ણયો લીધા છે કેમ કે આપણને પહેલેથી જ શીખવાડવામાં આવ્યું છે કે તું હજી નાનો છે. તને ના ખબર પડે આમાં, અરે ૧૮ વર્ષની વયે તો કાનુન પણ આપણને સરકાર નક્કી કરવાનો હક આપે છે તો પછી આપણા પોતાના ભવિષ્યના નિર્ણયો લેવામાં આટલી બધી બાંધ છોડ કેમ?

ઘણાં માતા-પિતા બાળકને જાતે કપડાં પણ પસંદ કરવા દેતા નથી. બાળકને કેવા કપડાં પહેરાવવા, શું જમવું, કેવી રીતે રમવું, ક્યારે સુવું એ પણ માતા-પિતા જ નક્કી કરે છે. બાળકને નિર્ણય લેવાની આઝાદી આપવામાં આવે ત્યારે જ એ નિર્ણાયક શક્તિ દ્વારા આત્મનિર્ભર બને છે.

“બાળકોની પોતાની પસંદ હોય છે.”


આપના બાળકને જાણો તપાસો તથા તેને પોતાના જીવનના કેટલાંક નિર્ણય જાતે જ કરવા દો. તમે એની પસંદગીમાં મદદ કરો. પરંતુ તેના પર તમારી ઇચ્છાઓ અને સપનાઓનું દબાણ ના લાદો, પોતાના બાળકો પર વિશ્વાસ કરતા શીખો. જો બાળક તેનો નિર્ણય ખોટો લે છે તો પણ તમે હંમેશા તેની સાથે રહો. આવું કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ પોતાના સારા-ખરાબ વિશે જાણી શકશે.

બાળકોના અભિપ્રાય વિશે પૂછો જેથી તેમને પણ કુટુંબની વાતચીતનો ભાગ બનવાની તક મળે અને તેઓ તેમના નિર્ણયો લેવાની કુશળતાઓ શીખવા અને તેમની પસંદગીઓ માટે જવાબદારી લેવાનું શરૂ કરે. તમે શું વિચારો છો તે પૂછવું તે મૂળભૂત કૌશલ્ય છે. જે તમારા બાળકોને તેમના સમગ્ર જીવનમાં કામ આવશે.

બાળક ભવિષ્યમાં પોતાના નિર્ણયો જાતે લઈ શકે તેવું ઈચ્છતા હોય તો તેમણે બિન મહત્વના નિર્ણયો ઓળખવામાં સક્ષમ બનાવો અને તે માટે નાના નાના નિર્ણયો તેમને જાતે લેવા દો. બાળકની ક્ષમતાને અનુરૂપ તેણે કાર્ય કરવાની છૂટ આપવી. જેથી બાળક પ્રસન્નતા પૂર્વક પોતાનું કામ કરી શકે. બાળકની કાલીઘેલી ભાષાને સમજો. બાળકને દરેક પ્રકારના પ્રશ્નો પૂછવાનો હક આપો અને તેવું વાતાવરણ ઊભું કરો જેથી બાળક પોતાના દરેક પ્રશ્નોના જવાબ જાતે જ શોધી શકે.

બાળકોને જો તેમણે ગમતું કામ આપવામાં આવે તો તેઓ 100% પરિણામ આપે છે. આથી તમારી મરજી તેમના પર ન બેસાડવી. ઉચિત તો તે છે કે બાળકે લીધેલ નિર્ણયનું પરિણામ એમને જ અનુભવવા દેવું જોઈએ. જેથી બાળકને ખ્યાલ આવે કે બાળકે લીધેલ નિર્ણય સાચો છે કે ખોટો.

“બનો જે તમે છો તે, નહિ જે દુનિયા તમને બનાવવા માંગે છે.”

116 views0 comments
bottom of page