top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Teaching is the one profession that creates all other professions.- Happy Teachers Day


માનવી એક સામાજિક પ્રાણી છે અને સમાજના આદર્શો, મૂલ્યો અને માનવતા થી પરિચિત કરે તે છે શિક્ષક.

"હસી લઉં છું રોજ બાળકો સાથે ....

રમી લઉં છું રોજ બાળકો સાથે.....

ગાઈ લઉં છું રોજ બાળકો સાથે....

આમ, મારું બાળપણ વારંવાર જીવી લઉં છું.....

કદાચ, એટલે હું શિક્ષક બની હોઈશ...!!"

આ દેશે અનેક મહાન શિક્ષકો ને જન્મ આપ્યો છે જેમાં ઉત્તમોત્તમ શિક્ષક એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ શૈક્ષણિક ક્ષેત્રે શ્રી રાધા કૃષ્ણના અભૂતપૂર્વ પ્રધાનના ગૌરવ રૂપે તેમના જન્મદિન ૫મી સપ્ટેમ્બરના રોજ ભારત વર્ષમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે તેઓ આદર્શ શિક્ષક, મહાન વેદજ્ઞ અને હિન્દુ વિચારક હતા. તેઓ સમજતા હતા કે "હું જીવવા માટે મારા પિતાનો ઋણી છું, પણ સારું જીવન જીવવા માટે મારા શિક્ષક નો ઋણી છું"

શિક્ષણનો મુખ્ય આધાર શિક્ષક છે. પ્રાચીનકાળથી શિક્ષક નું મહત્વ તેમના દ્વારા પ્રદાન કરવામાં આવેલા જ્ઞાન ને માનવામાં આવે છે. શિક્ષક ભાવિ પેઢીની સાચો રસ્તો દેખાડી શકે છે દેશના ભવિષ્યની આકાર આપી શકે છે શિક્ષણ પ્રણાલીનો સૌથી મહત્વપૂર્ણ ઘટક શિક્ષક છે શિક્ષક જ બાળકના આંતરિક ગુણોને ઓળખી તેનો વિકાસ કરી શકે છે શિક્ષક વિના આ કાર્ય શક્ય જ નથી.

"તત્વનું સંવહન કરીને તેને સંવર્ધિત,

અને જાન ઉપયોગી બનાવનાર તે શિક્ષક,

સામાન્યતઃ તેનો કોઈ દિન વિશેષ હોતો નથી,

તેવા શિક્ષક ને મારા સહદેવ નમસ્કાર......"

શિક્ષકે ભાવિ પેઢીનો શિલ્પકાર છે એમના વડે જ આપણને જ્ઞાન અને વિશ્વ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ મળે છે. શિક્ષક અને શિક્ષણની શક્તિનો પરિચય આપતા ચાણક્યે કહ્યું હતું.

" શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહી હોતા,

સર્જન પર પ્રલય ઉસકી ગોદ મે પલતે હૈ"

માતા-પિતા જીવન આપે છે. પણ જીવન જીવવાની કળા તો શિક્ષક જ શીખવે છે. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે. ‌બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.

શિક્ષક માત્ર શિક્ષક નથી, માતા-પિતા, માર્ગદર્શક અને જીવન પથ ની દીવાદાંડી છે. સમાજ અને રાષ્ટ્રમાં શિક્ષક નું મહત્વ વધારે અંકાઈ તે રાષ્ટ્ર મહાન છે. શિક્ષક અને વિદ્યાર્થીને સોળે કળાએ ખીલવાની મોકળાશ મળે તે સરસ્વતી નું મંદિર એટલે શાળા.

શિક્ષક હંમેશા સાચા મિત્રની જેમ આપત્તિમાંથી બચાવે છે. શિક્ષક પોતાની વિદ્યા કૌશલ્ય ,પ્રેમ અને સહાનુભૂતિ દ્વારા બાળકના જીવનનું નિર્માણ કરે છે. બાળકને આગળ વધવા સાચી દિશા બતાવે છે, બાળકને સાચું-ખોટું અને સારા ખરાબ ની ઓળખ કરાવે છે. બાળકના સર્વાગી વિકાસ સાથે તેનામાં નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી શિક્ષક સારા ચારિત્ર્યનું ઘડતર કરી શકે છે.

વિશ્વભરમાં જેટલા પણ મહાપુરુષો થયા છે જે પણ લોકો આજે પ્રખ્યાત છે કે વિખ્યાત છે એ લોકોના જીવનમાં શિક્ષક નો ફાળો બહુ જ મહત્વનો રહેલો છે. શિક્ષક ના માથા નું મૂલ્ય ઊંચું છે કારણ કે મસ્તીક દેશના ભાવિ નાગરિકોને કેવો બનાવો તે નક્કી કરે છે જો શિક્ષક સદગુણી હશે તો બાળક સદગુણી બનશે .બાળકો ને નીડર પ્રમાણિક અભિગમવાળા બનાવવા હોય શિક્ષકોએ સૌપ્રથમ તેવા બનવું પડશે.


"અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર તમે,

મને સફળતા ની સાચી રાહ બતાવનાર તમે,

જે છૂ હું આજે તેના સાચા પથ દર્શક તમે,

એવા મારા શિક્ષક શ્રી ને મારા શત શત નમન."

બાળકો શિક્ષકો નું કાર્ય અને તેમનું મહત્વ સમજે તે હેતુથી અમારા બાલભવનમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમારી જ શાળાના માધ્યમિકના બાળકોએ શિક્ષક બની એક દિવસ માટે વર્ચ્યુઅલ ક્લાસ માં અભ્યાસ કરાવ્યો હતો.

વાલીશ્રીઓ માટે પણ બેસ્ટ ટીચર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીશ્રીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને વિવિધ વસ્તુઓ અને પ્રોપ્સના ઉપયોગ દ્વારા ખૂબ જ સુંદર વિડીયો બનાવી મોકલ્યા હતા. શિક્ષકો માટે પણ ગેમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોએ ડાન્સ કર્યો અને અલ્પાહાર ની મજા માણી.

"ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ,

જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક"

190 views0 comments
bottom of page