gajeravidyabhavanguj
Teacher's Day
“ગુરુજી ઐંસા ચાહિયે,
જેસો પૂનમ ચાંદ;
તેજ દિવે, તપે નહીં,
ઉપજાવે આનંદ.”

શિક્ષકોને સન્માન આપવા અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને યાદ કરવા દર વર્ષે શિક્ષક દિન 5મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ શિક્ષણમાં ઘણો વિશ્વાસ રાખતા હતા. એક આદર્શ શિક્ષકના બધા જ ગુણ તેમનામાં હતા.1962માં જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તેમની 5મી સપ્ટેમ્બરના તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું કે 5મી સપ્ટેમ્બરના મારા વ્યક્તિગત જન્મદિવસ ઉજવવાને બદલે આ દિવસને મારા શિક્ષણ વ્યવસાય પ્રત્યેના સમર્પણને ‘શિક્ષક દિવસ’ તરીકે મનાવીએ તો!
તેમના આ કથન પછી સમગ્ર ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.શિક્ષક દિન બધી શાળાઓમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ દિવસે સ્કૂલોમાં કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકામાં નજર આવે છે. વિદ્યાર્થીઓ આ ખાસ પ્રસંગે તેમના શિક્ષકોને ફૂલ તેમજ અન્ય ભેટ આપે છે.
શિક્ષક એટલે ગુરૂ.ગજેરા વિદ્યાભવનમાં શિક્ષક દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 50 વિદ્યાર્થીઓ અને 21વાલીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે દરેક વર્ગમાં વિવિધ વિષયો ભણાવી શિક્ષક દિનને સફળ બનાવ્યો. ગજેરા શાળા પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.તેમજ, આજના આ શિક્ષક દિન નિમિત્તે શાળામાં શિક્ષક મિત્રો માટે પણ એક મિનિટની ગેમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષક મિત્રોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આજના આ દિવસને શાનદાર બનાવ્યો હતો.
આ દિવસ શિક્ષકો માટે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે. આ દિવસે ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવે છે.
“સફળતામાં કાંઈ ભાન ન રહ્યું સમયનું,
હું જ સર્વસ્વ છું માની અપમાન કર્યું સમયનું;
લાગી થપાટ કાળ ને ત્યારે જ ખબર પડી કે
મારું નહીં બધું મહત્વ હતું મારા ગુરુનું.”