top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Student Day- વિદ્યાર્થી એ દેશનો ભાવિ કર્ણધાર છે.


શિશુ જન્મના સમયે અબોધ પ્રાણી હોય છે. એના જીવનના લક્ષ્યનું નિર્ધારણ અને બુદ્ધિનો વિકાસ પછીથી થાય છે. જેમાં શિક્ષાની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. જે કાળમાં વ્યક્તિ પુરા પ્રયાસથી વિદ્યાનું અધ્યયન કરે છે. એ સમયગાળાને વિદ્યાર્થી જીવન કહેવામાં આવે છે.

વિદ્યાર્થી જીવન વ્યક્તિના જીવનનો સર્વશ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીજીવન વ્યક્તિના જીવનની દિશા જ બદલી નાખે છે. આ આયુમાં બાળકના મસ્તિકમાં જે પણ સંસ્કાર નાખવામાં આવે છે તે જીવનભર દુર થતાં નથી.

વિદ્યાએ મહાન શક્તિ છે, સંસ્કૃતના એક શ્લોકમાં કહેવાયું છે કે "વિદ્યા એ માણસનું ઉત્તમ ભુષણ અને ગુપ્ત ધન છે” જીવનમાં વૈભવ, કીર્તિ અને દરેક જાતનું સુખ આપનાર સાચો ગુરૂ એ વિદ્યા છે. વિદ્યારુપી શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારને વિદ્યાર્થી અને તે શક્તિ પ્રાપ્ત કરવાના સમયને અનુરૂપ જીવન તે વિદ્યાર્થીજીવન, જયારે ઉમંગો, આંકાક્ષાઓથી ભરપુર માનવી વ્યક્તિત્વ કોઈને કોઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓના અંકુર ફૂટે છે, નવી ઉપલબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઉઠે છે.

શક્તિ અને સંભાવનાઓથી ભરપુર આ જીવન પર વાલીઓનું જ નહી આખા પરિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત થાય છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે.

'વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાન’ ના સુત્રને સાર્થક કરનારા, અજ્ઞાનના અંધારાને દુર કરી જ્ઞાનનો તેજોમય દિપ પ્રગટાવી અનેક બાળકોનું જીવન પ્રકાશમય અને ઝળહળતું કરનાર અમારા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના જન્મદિવસને અમારા ગજેરા બાલભવનમાં ‘સ્ટુડન્ટ ડે’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાનું મહત્વ નાટ્યકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. બાળકોએ પોતાના વ્હાલસોયા સર માટે ખુબ જ સુંદર ડાન્સ કર્યો અને બર્થ ડે કાર્ડ ડેકોરેશન કર્યો અને પોતાની કાલીઘેલી ભાષામાં શુભકામનાઓ પાઠવી હતી.

443 views0 comments
bottom of page