gajeravidyabhavanguj
“Strong Teeth For Good Eat”
Updated: Jan 17
“Prevention is better than cure”
શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે. જો મોમાં જ રોગનું ઘર હોય તો આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે? દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરવી, તેના કરતાં તેની પહેલેથી જેવી રીતે વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ, કે જેથી રોગ શરૂ જ ન થાય.
ચાણક્ય નીતિ મુજબ:-
“રોગ અને દુશ્મનને તો ઉગતો જ ડામવો”. “દંત ચિકિત્સક” જેને “ડેન્ટલ સર્જન” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક આરોગ્યલક્ષી વ્યવસાય છે. તે આપણા દાંતનુ નિદાન કરી રોગોનું નિવારણ કરે છે. દાંતના ડોક્ટરો તેમની ટીમ દ્વારા આરોગ્ય સેવાઓનું પ્રદાન કરી સહાય કરે છે.
ડોક્ટરોને આપણે ભગવાનનો દરજજો આપીએ છીએ. તેવી જ રીતે ફ્રાન્સના “પિયર ફૌચાર્ડ” દાંત ચિકિત્સાની પદ્ધતિઓ પર વૈજ્ઞાનિક પાઠ્યપુસ્તક (૧૭૨૮) પ્રકાશિત કરનાર “આધુનિક દંત” ચિકિત્સા ના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
“Making The World A Better
Place On Smile At A Time”
તો આ હેતુથી “ગજેરા વિદ્યાભવનમાં કથીરીયા ડેન્ટલ કેર”ના માધ્યમથી ધોરણ ૧ થી ૭ ના બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે દાંતનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. બાળકોને દાંતની સફાઈ કેવી રીતે કરવી તેની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
“Your smile show your health”