gajeravidyabhavanguj
"Stories are a communal currency of humanity."
વાર્તા નો ઇતિહાસ માનવ સંસ્કૃતિ જેટલો જૂનો છે “જ્યાં આત્મા છે ત્યાં કથા છે.” ભારતે હિતોપદેશ અને પંચતંત્રની પરંપરાને વિકસિત કરી છે કે જે પશુઓ,પક્ષીઓ અને પરિવારને કાલ્પનિક દુનિયા ના માધ્યમથી સમજણ આપે છે .
નાના હોય કે મોટા બધાને વાર્તા સાંભળવી ગમતી હોય છે. વાર્તાઓ એ માધ્યમ છે કે જેના દ્વારા આપણે બાળકોને સારા સંસ્કાર આપી શકીએ છીએ. મા-બાપના ખોળામાં માથું રાખી સુતા સુતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. વડીલો બાળકોને કપડાં કે નવા રમકડાં આપે એના કરતાં તેની નવી વાર્તા કહી સંભળાવે એનું મહત્ત્વ અનેકગણું વધારે છે. વાર્તા કહેવાની કળા દરેક ઘરમાં પ્રસરવી જોઈએ. બાળકોને સારી વાર્તા કહેવી એ આપણા જાહેર જીવનનો એક ભાગ હોવો જોઈએ. દર અઠવાડિયે પરિવારના સભ્યોએ કરુણા, સંવેદનશીલતા, બહાદુરી, ત્યાગ, શૌર્ય વગેરે જેવા કોઈ એક વિષય ને પસંદ કરી પ્રત્યેક સભ્યએ એક વાર્તા કહેવી જોઈએ.
બાળકોને જીવનના મૂલ્યો શીખવાડવામાં વાર્તાથી સશક્ત બીજું કોઈ માધ્યમ નથી. દેશની ટોચની બિઝનેસ સ્કૂલના સ્નાતક વિક્રમ શ્રીધરે વાર્તા કહેવાની કળાને જીવંત રાખવા માટે સ્ટોરી ટ્રી નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પહેલાના જમાનામાં બાળકો માટે વાર્તા જ એકમાત્ર મનોરંજનનું સાધન હતું. હવે ના યુગમાં વાર્તા કહેવાની કળા ભુલાતી જાય છે. બાળકોમાં સર્જનાત્મકતા કેળવવા વાર્તાઓ ખૂબ જરૂરી છે. બાળકને જે કહીશું એવું જ એ આચરણમા લાગશે. આવનારી પેઢીને જો એક સારી વિચારતી-લખતી લોજીકથી ભરપૂર અને ક્રિએટિવ બનાવવી હશે તો કમર કસવી જ પડશે.
ગજેરા વિદ્યાભવન, કતારગામમાં ધોરણ-૧ અને ધોરણ-૨ માં “વાર્તા સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને પોતાની કાલી-ઘેલી ભાષામાં વાર્તાઓ રજૂ કરી. અને પોતાની સાથે સમગ્ર વાતાવરણને પણ કાલ્પનિક બનાવી દીધું.