top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Spellathon Quiz Competition

“સાંભળ્યા પ્રમાણે લખવામાં આવતું અનુલેખન એટલે શ્રુતલેખન”

શ્રવણ, પઠન અને લેખન એ શિક્ષણકાર્યના મહત્વના અંગ છે. પ્રારંભિક શિક્ષણમાં વાંચન અને લેખન વિકાસ એકબીજાથી જોડયેલા છે. અક્ષરો અને પ્રારંભિક શબ્દો લખવાનું ભૌતિક કાર્ય બાળકની વાંચવાની ક્ષમતામાં વધારો કરે છે.


ભાષા માનવીની આગવી સિદ્ધિ છે. એ કુદરતે આપેલ નથી, પોતાની જરૂરિયાતના સંદર્ભમાં સિદ્ધ કરેલી ઘટના છે. આ પૃથ્વી પર જન્મનાર દરેક બાળકને ભાષા શીખવાની ખુબ જ જરૂરી છે અને એ માતા-પિતા, શાળા અને સમાજની ફરજ છે.

કોઈ બાળક જયારે ચોક્કસ ભાષા સાંભળીને સમજી શકે, બોલી શકે, વાંચી શકે અને લખી શકે તો જ સાચા અર્થમાં કહેવાય કે તેને ભાષા આવડે છે. આમ, ભાષા શીખવી એટલે ભાષા સાંભળવી, બોલવી, વાંચવી અને લખવી. શ્રવણ શક્તિ ભાષા જીવનનું પ્રસ્થાન બિંદુ છે. ભાષાનો આરંભ જ શ્રવણ દ્વારા થાય છે. શ્રવણ કૌશલ્યોને કારણે બાળકનું ઉચ્ચારણ અને તેનો અવાજ અને વાણી પ્રવાહ વિકસે છે.

શ્રુતલેખન દ્વારા બાળકોની ધાનેન્દ્રિયોનો વિકાસ થાય છે. શ્રુતલેખન એક મુલ્યવાન ભાષા શીખવાની પધ્ધતિ છે. જે વાક્ય રચનાઓ અને શબ્દ ભંડોળને મજબુત બનાવવામાં મદદ કરે છે.

શ્રવણ, પઠન અને લેખન એ શિક્ષણ કાર્યની પ્રથમ જરૂરિયાત છે. બાળક સાંભળે લેખ અને વાંચતા શીખે એ હેતુથી અમારા બાલભવનમાં શ્રુત લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુ.કેજી. ના બાળકોએ શબ્દોનું લેખન કર્યુ અને સિ.કેજી. ના બાળકો માટે ક્વીઝ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ઓડિયો વિઝ્યલ રાઉન્ડ, પઝલ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. બધા જ બાળકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

183 views0 comments
bottom of page