top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Solo Dance Competition

“Nobody cares if you can’t dance well. Just get up and dance. Great dancers are great because of their passion.”

Martha Graham

ગજેરા વિદ્યાભવન એટલે વિદ્યાર્થીઓને સર્વ ગુણ સંપન્ન બનાવીને પોતાની કારકિર્દીમાં કોઈ પણ ક્ષેત્રમાં પાછળ ન રહી જાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતી સંસ્થા. આમ ગજેરા વિદ્યાભવનમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ તો અપાય છે પરંતુ તેની સાથે સાથે વિદ્યાર્થીઓનું ભાવિ ઘડતર થાય અને અભ્યાસના આનંદની સાથે તેમનો શારીરિક વિકાસ થાય તે માટે શાળા સદંતર પ્રયત્નશીલ રહે છે.અને તે માટે શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે યોગા, સ્કેટિંગ, ડાન્સ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટિક વગેરે પણ કરાવવામાં આવે છે . વિદ્યાર્થીઓ ડાન્સ જેવી પ્રવૃત્તિમાં સહભાગી થઈને તેમાંથી થતાં ઘણા ફાયદા ગ્રહણ કરે છે. આ સહ અભ્યાસ પ્રવૃત્તિઓની સાથે સાથે તેને અનુરૂપ કેટલીક સ્પર્ધાઓ શાળામાં રાખવામાં આવે છે. આવી જ એક સ્પર્ધા એટલે સોલો ડાન્સ કોમ્પિટિશન. આ સ્પર્ધામાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના ડાન્સ રજૂ કર્યા હતા.


ડાન્સ(dance) એક શ્રેષ્ઠ કસરત છે. તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડાન્સ તમારો મૂડ સુધારે છે. નૃત્ય તમને લચીલું(flexible) બનાવે છે.

નૃત્ય એક સારી કસરત(exercise) છે. તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નૃત્ય કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.


Dance Benefits : ડાન્સ માત્ર શોખ નથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નિયમિત ડાન્સ કરવું તમારું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનાવે છે ડાન્સ એક કળા છે અને કેટલાય લોકોનો શોખ પણ છે. જ્યાં ડાન્સ કરવાથી મન ખુશ રહે છે. જો કે ડાન્સ કરવાનો બીજો એક ફાયદો પણ છે. નિયમિત ડાન્સ કરવાથી શારીરિક રીતે તમે ફિટ રહી શકો છો. પછી તમે તણાવમાં હોવ, વજનની સમસ્યાથી દુખી હોવ અથવા તો કોઇ અન્ય શારીરિક, માનસિક સમસ્યા જ કેમ ન હોય, ડાન્સ તમારી કેટલીય સમસ્યાઓ માટેની એક સારવાર છે. ડાન્સ એક પ્રકારની મૂવમેન્ટ એક્સરસાઇઝ છે. તેનાથી માનસિક તણાવ ઓછું થાય છે અને ડાન્સ કરવાની આદત ભાવનાત્મક રીતે પણ તમારા સ્વાસ્થ્યને જાળવી રાખે છે.


આજકાલ વજન વધવું એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યા સામે લડી રહ્યા છે. એવામાં ડાન્સ કરવો ફાયદાકારક સાબિત થાય છે. ડાન્સ એક પ્રકારની થેરાપી જ છે કારણ કે તેનાથી કેલરી ઝડપી બર્ન થવા લાગે છે. એટલે કે બોડીને શેપમાં રાખવા માટે ડાન્સ એક યોગ્ય વિકલ્પ છે.

જો નિયમિત રીતે ડાન્સ પોતાની દિનચર્યામાં સામેલ કરો છો તો તેનાથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને તેના કારણે કેટલીય બિમારીઓથી બચી શકાય છે આ સાથે જ સ્કિનમાં નિખાર પણ આવે છે.

આજકાલ એકલાપણું અને ડિપ્રેશનથી મોટાભાગના લોકો પીડિત છે. એવામાં ડાન્સ સારો વિકલ્પ છે. તેનાથી ડિપ્રેશન દૂર થાય છે. એટલા માટે જો તમે આ સમસ્યાઓથી પરેશાન છો તો ડાન્સ ચોક્કસપણે કરો.


જ્યારે તમે ડાન્સ કરો છો ત્યારે તેનાથી શરીરમાં થાક પેદા થાય છે અને ત્યારબાદ ઊંઘ સારી આવે છે. એવામાં જે લોકો અનિન્દ્રાની સમસ્યા સામે લડી રહ્યા છે ત્યારે તેમના માટે ડાન્સ એક શ્રેષ્ઠ ઑપ્શન છે.

ડાન્સ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. જો તમે ખૂબ જ ઝડપી થાકનો અનુભવ કરવા લાગો છો ત્યારે ડાન્સ તમારા શરીરમાં સ્ટેમિનાને વધારવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ સાંધામાં દુખાવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે, કારણ કે જ્યારે તમે નિયમિત રીતે ડાન્સ કરો છો ત્યારે તેનાથી બોડી ફ્લેક્સિબલ થઇ જાય છે. એવામાં સાંધાના દુખાવાની સમસ્યાથી બચી શકાય છે.




આમ ગજેરા વિદ્યાભવનના બાળકો પણ પ્રાથમિક લેવલથી જ ડાન્સ જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહ પૂર્વક પાર્ટીસિપેટ થઈ અને તેનાથી થતા લાભ પ્રાપ્ત કરી રહ્યા છે..

“Dance is the hidden language of the soul.” ...

“Consciousness expresses itself through creation. ..."


4,344 views0 comments

Recent Posts

See All
bottom of page