top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Smiley Saturday

Always laugh when you can.

It is cheap medicine. — Lord Byron

ગજેરા વિદ્યાભવન નો સ્માઈલી સેટરડે એટલે વિદ્યાર્થીઓની ક્લબ એક્ટિવિટી. વિદ્યાર્થીઓ પ્રત્યેક સોમવાર આવે ત્યારે શનિવાર આવવાની રાહ જોતા હોય છે કારણકે ત્યારે તેમની મનપસંદ પ્રવૃત્તિ કરવાની તક મળે છે અને ખૂબ જ આનંદિત થઈને તેમની પસંદગીની પ્રવૃત્તિઓ કરતા હોય છે.. આમ આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે તેને રસપ્રદ બનાવવા માટે ક્લબ એક્ટિવિટી આશીર્વાદરૂપ થઈ રહી છે. આ એક્ટિવિટીમાં ડાન્સ, સ્પોર્ટ્સ, પબ્લિક સ્પીકિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ,મ્યુઝિક ઇકો, મેથ્સ & સાયન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના ચહેરા ઉપર એક અદ્ભુત પ્રકારનું સ્મિત જોવા મળે છે. આમ આબાલવૃદ્ધ સૌને પોતાના રોજિંદા કાર્યમાં જો હાસ્યરસ ભળી જાય તો તે કાર્યની ગુણવત્તા શ્રેષ્ઠતા ને આરે પહોંચી જાય છે. આમ આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓના અભ્યાસ ની સાથે સાથે પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું ભાવિ ઘડતર એક અનોખા સ્મિત સાથે કરવામાં આવે છે..

પરમાત્માએ દરેક વ્યક્તિને કોઈ ને કોઈ અલગ સ્કીલ મૂકેલી હોય છે. સમાજ અને શાળા બાળકમાં રહેલી આ સ્કીલને ખીલવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

પબ્લિક સ્પીકિંગ ક્લબનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં રહેલો સ્ટેજ ફિયર દૂર થાય અને પૂરા આત્મવિશ્વાસથી ગમે તે વિષય પર બોલી શકે. તે માટે અમે વિદ્યાર્થીઓને જુદા જુદા મોટીવેટરના વિડીયો બતાવીએ છીએ બોલતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સમજ આપીએ ત્યારબાદ અમે તેમને કોઈ ટોપીક આપીએ અઠવાડિયા પછી ક્લબમાં દરેક વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવીએ ત્યારબાદ તેનામાં રહેલી ખામી બતાવી તેને પ્રેમથી સુધારો કરવા કહીએ છીએ.

આર્ટ :- આર્ટ એટલે કે ચિત્ર. ચિત્રકલા એ એક એવું અસત્ય છે જે આપણને સત્ય થી અવગત કરાવે છે. ક્લબ એક્ટિવિટી માં વિદ્યાર્થીઓ ચિત્ર દ્વારા પોતાના અંદર રહેલી વિચારધારાને રજૂ કરે છે અને તેમનામાં સર્જનાત્મકતાનો ગુણ કેળવાય છે આર્ટ ક્લબ દ્વારા પોતાના અંદર રહેલી સુષુપ્ત શક્તિને ડ્રોઈંગ પેપર પર રજૂ કરે છે એટલે કે ચિત્ર દ્વારા પોતાના અંદર રહેલી લાગણી, ભાવ અને વિચારોને રજૂ કરે છે અને તે જીવન પર્યન્ત રહે છે. આમ ક્યારેક કલાકાર મૃત્યુ પામે છે એટલે કે વ્યક્તિનું જીવન ટૂંકું છે પરંતુ તેની કળા અમર રહી જાય છે. આમ કોઈપણ વિદ્યાર્થી માં રહેલી કળાનો ક્યારેય અંત આવતો નથી. આપણી શાળાના વિદ્યાર્થીઓ પણ ક્લબ દ્વારા આવું જ કાર્ય કરી રહ્યા છે અને ચિત્રો દ્વારા પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. તેથી કોઈ ચિત્ર ના કલાકારે સાચું કહ્યું છે કે,

“ એક જ સમયે પોતાની જાતને ગુમાવવા અને શોધવાની પરવાનગી માત્ર ચિત્રકળા જ આપી શકે છે”.

ક્રાફ્ટ ક્લબમાં બાળકો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગમાં લઇ શકાય તેવી અવનવી વસ્તુઓ બનાવે છે. આ પ્રવૃત્તિ દ્વારા તેઓમાં સર્જનાત્મક અને રચનાત્મક શક્તિનો વિકાસ થાય છે. બાળકો વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા શીખે તે હેતુથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. નકામી વસ્તુઓનું ફરીથી કેવી રીતે રિસાયક્લિંગ કરુવું તે આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ શીખે ધોરણ ૧ થી ૭ ના તમામ વિદ્યાર્થીઓ ક્લબમાં અત્યાર સુધી બનાવેલી વિવિધ વસ્તુઓ નીચે મુજબ છે જેમકે,જીંગલ બેલ,વોલપીસ, કેપમાંથી તોરણ, ઢીંગલી, નકામા ન્યુઝ પેપરમાંથી ફોટોફ્રેમ, લીવસ આર્ટ, ન્યૂઝપેપર પર પેઇન્ટિંગ મોબાઈલ વિથ પેન સ્ટેન્ડ વગેરે જેવી વસ્તુઓ વિદ્યાર્થીઓ બનાવતા શીખ્યા.

વિદ્યાર્થીઓમાં પણ અલગ અલગ કલા જોવા મળી તેમજ વિદ્યાર્થીઓએ એક જ વસ્તુ અલગ-અલગ રીતે પોતાની આવડત દ્વારા તેમણે એકથી એક ચઢિયાતા નમૂના તૈયાર કર્યા.

575 views0 comments

Recent Posts

See All
bottom of page