top of page
  • Writer's picturegajeravidyabhavanguj

SAY NO TO PLASTIC BAG


If you are ‘FANTASTIC’ then do something ’DRASTIC’ to cut the ‘PLASTIC’ use ‘PAPER BAG’!



પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે. આ નુકશાન અટકાવવા માટે ઘણા દેશોની સરકારે પ્રયત્નો કર્યા છે. પરંતુ આ પ્રયત્નો પૂરતા નથી. લોકોએ સ્વૈચ્છિક રીતે આગળ આવી પ્લાસ્ટિક બેગ સહિતની વસ્તુઓ નો ઉપયોગ ટાળવો પડશે. વર્લ્ડ પેપર બેગ ડે( WORLD PAPER BAG DAY) પણ આ હેતુ સાથે જ મનાવવામાં આવે છે. દર વર્ષે ૧૨ મી જુલાઇએ ઉજવાતા આ દિવસથી લોકોને શોપિંગ સહિતના કામમાં પ્લાસ્ટિક બેગ ના સ્થાને પેપરબેગનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.




૧૨મી જુલાઈ એટલે કે પેપરબેગ દિવસ બાયોડિગ્રેડેબલ પેપર બેગ ના ઉપયોગ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત કરાયો છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકની બેગ નોન બાયોડિગ્રેડેબલ છે. તેનું વિઘટન થતા અનેક વર્ષો લાગી જાય છે, જેથી ગત સદીના અંતમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ અટકાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

શાળામાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ થતા નુકસાન પ્રત્યે જાગૃત થાય અને પેપરબેગનો ઉપયોગ કરતા થાય તે માટે ગજેરા વિદ્યાભવન માં ક્રાફ્ટ ક્લબમાં પેપરબેગ બનાવવામાં આવી. હતી જેમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક અવનવી પેપર બેગ બનાવી હતી.



“GO GREEN,PLASTIC IS OBSCENE!

314 views0 comments
bottom of page