gajeravidyabhavanguj
Rakhi Making Competition
“આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી
આ તો બહેન નો ભાઈ ને અને
ભાઈનો બહેન ને
હદયથી અપાતો લાગણીઓનું દસ્તાવેજ છે.”

રક્ષાબંધન માત્ર એક ઉત્સવ જ નહીં, પરંતુ આપણી પરંપરાઓનું એક પ્રતીક પણ છે.સમગ્ર દેશમાં આ તહેવારનું ખુબ મહત્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે. અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના એ પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે “અંતરના આશિષનું રક્ષણ હોવાથી શુભ ભાવનાઓનું રક્ષણ.” પરમાત્મા અને દેવી-દેવતાઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
શ્રાવણી પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. જેમાં બધી બહેનો તેમના ભાઈને કાંડા પર રાખડી બાંધે છે. ભાઈ તેમની બહેનને ઉપહાર આપે છે અને તેમના પુરા જીવનની રક્ષા કરવાનું વચન આપે છે. તેની સર્વે પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે જે અંતરના અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે. ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
આવું રક્ષણ કુંતીએ અભિમન્યુને તેમને યુદ્ધમોરચે જતા પહેલા રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.
પૌરાણિક પરંપરા પ્રમાણે જોઈએ તો,
येन बन्दो बलिराजा ज्ञानवन्दो महाबलः
तेनत्वाम प्रति बध्दनामि रक्षे, माचल |

લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને મેળવવા માટે બલિરાજાને એક રેશમી દોરી બાંધી, બલિરાજાને ભાઈ બનાવે છે. કુંતામાતાએ કોઠાયુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી.મેવાડની રાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલી તેને પોતાનો ભાઈ માન્યો હતો. જ્યારે શિશુપાલના વધ વખતે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળીમાં વાગેલું ત્યારે દ્રૌપદીએ તેનો સાડીનો છેડો ફાડીને તેની આંગળી પર બાંધેલ આ વચન પાળવા જ્યારે કૌરવો ભરી સભામાં દ્રૌપદી ચીરહરણ થાય છે ત્યારે કૃષ્ણ ભગવાને તેમના ચીર પૂર્યા.
રક્ષાબંધનનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો ઉજવતા હોય છે. કેટલીક બહેનો જેલના કેદીઓને પણ રાખડી બાંધે છે. કેટલીક બહેનો જેલનાં કેદીઓને પણ રાખડી બાંધે છે. કેટલીક બહેનો દેશની રક્ષા કરનારા સૈનિકોને પણ રાખડી મોકલાવે છે અને તેમની રક્ષા માટેની પ્રાર્થના કરે છે.
રક્ષાબંધનનો દિવસ એટલે શ્રાવણ મહિનાની પૂનમનો દિવસ અને આ દિવસને ‘નાળિયેરી પૂનમ’ પણ કહેવાય છે. આ દિવસે બ્રાહ્મણો નદી કે તળાવના કિનારે જઈને વિધિસર જનોઈ બદલે છે.

રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ નું બંધન અને આજે પણ ભાઈ-બહેનનો આ તહેવાર એટલા જ પ્રેમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધીને તેની રક્ષાની કામના કરે છે. હિન્દુ ધર્મનો આ વિશેષ તહેવાર છે.
આમ, રક્ષાબંધનનો તહેવાર નાના-મોટાઓ ઉલ્લાસથી મનાવે છે. એના જ એક ભાગરૂપે આપણી શાળામાં પણ રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન ધોરણ-1 અને ધોરણ-2 માં કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તે બદલ ગજેરા શાળા પરિવાર વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવે છે.