gajeravidyabhavanguj
Quality education debate competition.

નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત ગજેરા વિદ્યાભવનમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વિષય પર એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિબેટમાં ધોરણ 7 થી 12 નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળામાં આચાર્ય ડૉ.ભાવેશભાઈ ઘેલાણીના તથા શાળાનાં સુપરવાઈઝર શ્રી ધારાબહેન તથા કિશોરભાઈ ધ્વારા માર્ગદર્શન મળ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળા શિક્ષકશ્રી પટેલ દિપીકા બહેન કરેલ હતું. ડિબેટ દરમિયાન બાળકોમાં નવી શિક્ષણનીતિ તથા ગુણવત્તાયુક્ત શિક્ષણની ખૂબ જ સારી એવી માહિતી બાળકોએ પૂરી પાડેલ જોવા મળેલ છે.