gajeravidyabhavanguj
PLAY WITH FUN
અત્યારના માતા-પિતાને શારીરિક વિકાસ કરતાં માનસિક વિકાસ વધુ વહાલો છે, કેટલા માર્ક્સ આવ્યા, કેટલો નંબર આવ્યો, ક્યાં એડમીશન મળ્યું વગેરે વગેરે…. આ બધી વાતોમાં સ્કૂલનનું મેદાન બાળકો જોઈ શકતા નથી, અને રમતમાં ભાગ લઈ શકતા નથી, તેથી બાળકોનો શારીરિક વિકાસ રૂંધાય છે.
રમત મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમત રમવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તેથીજ આપણા ભારતમાં SPORTS(રમત-ગમત) ને મહત્વ આપવામાં આવે છે. માટે દર વર્ષે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. તેનાથી દરેક યુવા રમત પ્રત્યે આકર્ષિત થાય છે. પહેલાના જમાનાના બાળકો શાળામાં તેમજ મોહલ્લામાં સંતાકૂકડી, સાતતાળી, અને લંગડી જેવી રમતો રમતાં તેમજ ગામડાના કિશોરોમાં મહદંશે ગીલ્લી ડંડા, કબડ્ડી જેવી રમતોનું ચલણ વધ્યું હતું,
પણ આજના બાળકોને આ બધી રમતોમાં બિલકુલ રસ નથી. અત્યારના બાળકોને તો ફક્ત મોબાઇલની ગેમ માં જ રસ છે, ત્યારે ગજેરા શાળામાં અલગ-અલગ રમત રમાડી ને બાળકોને રમત તરફ આકર્ષિત કરાય છે, કેમ કે બાળકોને રમતગમત પ્રત્યે સ્વાભાવિક પ્રેમ હોય છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથે માનવની ખેલવૃતિ તેમજ શારીરિક તંદુરસ્તી પ્રત્યે પણ સજાગ હોવું જોઈએ.
રમત ગમતથી તંદુરસ્તી મળે છે, રમત ગમત ના પ્રતાપે અંગેઅંગમાં તાજગી અનુભવાય છેઅને ચૈતન્ય ઉભરાય છે. “
સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વિકાસ કરે છે” સ્વસ્થ મન સદાય આશા ભર્યું રહે છે.