gajeravidyabhavanguj
Parents Orientation Programme 2021-22
“શાળા એ સમાજનું સૌથી પવિત્ર અને સમાજને સૌથી વધુ અસર કરતું પરિબળ છે.”

કોઈપણ બાળકની શૈક્ષણિક સફળતા કોઇ એક વ્યક્તિના કે માત્ર બાળકના પ્રયત્નોનું પરિણામ નથી હોતી, તે માતા-પિતા, શિક્ષકો, શાળા અને પરિવાર બધાના સહિયારા પ્રયત્નનું પરિણામ હોય છે. પોતાના બાળકને શૈક્ષણિક સફળતા અપાવવા માતા-પિતા ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ શાળા અને શિક્ષકોનો સહકાર જો યોગ્ય રીતે સાધવામાં ન આવે તો પ્રયત્નોનું પરિણામ મળતું નથી. માતા-પિતાએ બાળક જે શૈક્ષણિક વાતાવરણ માં અભ્યાસ કરે છે, તેના વિશે સતત જાગૃત રહેવું જોઈએ.
“વિશ્વમાં જે કંઈ સારા પરિવર્તન લાવવા છે તેના માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ છે બાળકની પાઠશાળા.”
નવી આશાઓ, નવા આનંદ અને ઉત્સાહ સાથે અમારા ગજેરા બાલભવનમાં નવા શૈક્ષણિક વર્ષ-૨૦૨૧ ની શરૂઆત કરી. કોરોનારૂપી મહામારીના લીધે શિક્ષણ ક્ષેત્રે જડમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. સમયની માંગને અનુસરીને અમે બાળકોને ઓનલાઈન ક્લાસ દ્વારા શિક્ષણ આપી રહ્યા છે.
અમારા બાળકોની વર્ષ દરમિયાનની અભ્યાસલક્ષી અને સહઅભ્યાસલક્ષી પ્રવૃતિથી વાલીશ્રીઓ માહિતગાર થાય એ માટે 'ORIENTATION PROGRAMME’ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગની
શરૂઆતમાં અમારા આચાર્યશ્રીએ વાલીશ્રીને શાળાના અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી આપી અભ્યાસ પ્રવૃત્તિઓ અને તહેવારોની ઉજવણી વિશે વાત કરી. આ વર્ષની અમારી શૈક્ષણિક પ્રકૃતિના પાંચ તત્વો (પૃથ્વી, પાણી, હવા, આકાશ, અગ્નિ) વિશે પણ વાલી સાથે વિસ્તૃત ચર્ચા કરી. ત્યારબાદ અમારા ઉપાચાર્ય દ્વારા ઓનલાઈન વર્ગ વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ શાળાની GEMS APP. વિશે માહિતી આપી જેથી વાલીશ્રીને શાળા દ્વારા આપવામાં આવતી દરેક માહિતી સરળતાથી મળી શકે. ત્યાર બાદ આગામી વર્ષમાં હાથ ધરાયેલ પ્રવૃત્તિઓ ની ઝાંખી આપી સહઅભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવામાં આવી.

વાલીએ પણ ઓનલાઈન ક્લાસ માં થતી સમસ્યા તેમજ બાળકોના અભ્યાસ અંગેના પ્રશ્નો ની આચાર્ય સાથે ચર્ચા કરી તેનું સમાધાન મેળવ્યું. મીટીંગ ના અંતમાં શિક્ષકોએ બાળકોને અને વાલીશ્રીને પોતાનો પરિચય આપ્યો. વાલીશ્રી પણ બાળકોના આવનાર વર્ષના અભ્યાસ માટે ખુબ ઉત્સાહ સાથે જોડાઈ શાળાના કાર્યથી પ્રોત્સાહિત થયા હતા.