gajeravidyabhavanguj
Parents Orientation 2021-22
“શાળા પ્રવેત્શોત્સવ એટલે બાળકોનો મહોત્સવ”
“હસતાં-રમતાં ભાગીએ,
શાળામાં ભાવિ આપણું ઘડીએ,
થયો દુર ભણતરનો ભાર,
લ્યો આવ્યો શાળામાં જવાનો તહેવાર.”
બાળકના સર્વાંગી વિકાસમાં શાળા, શિક્ષકો અને માતા-પિતાની એક ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. જેમાં તેઓએ બાળકોની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃતિઓમાં સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.
“૨૧ મી સદી કઈ યહી પુકાર, શિક્ષા હૈ સબકા અધિકાર”
એક અનેરા આનંદ અને ઉત્સાહ સાથે અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં નવા વર્ષ-2021-22 ની શરૂઆત કરવામાં આવી હતી. કોરોનારૂપી આ મહામારીના લીધે ગત વર્ષ દરમિયાન બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા હતા, તે જ રીતે નવાં વર્ષની શરૂઆતમાં પણ બાળકોને કંઈક ને કંઈક નવું આપવા માટે શાળા હંમેશા પ્રયત્નશીલ રહેતી હોય છે.વર્ષ દરમિયાનની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃતિથી બાળકો અને વાલીઓ માહિતગાર થાય તેના માટે ‘Orientation Program’ PPT દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
નવા વર્ષના પહેલા દિવસની શરૂઆત ‘માં શારદા’ ને યાદ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષકો દ્વારા બાળકોને ‘Laughter Session’ કરાવવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન ચાલતાં શાળાના અભ્યાસક્રમ વિશેની માહિતી, વિવિધ પ્રવૃતિઓ અને તહેવારોની ઉજવણી વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ વિશે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેમજ શાળાની ‘GEMS APP’ વિશે પણ વાલીઓને માહિતગાર કર્યા. ગત વર્ષ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃતિઓની ઝાંખી ફોટોગ્રાફ્સ દ્વારા કરવામાં આવી હતી. ઓનલાઈન ક્લાસ દરમિયાન શિક્ષકો દ્વારા બાળકોના સારા સ્વાસ્થ્ય માટે એકસરસાઈઝ, યોગા, આસન વગેરે કરાવવામાં આવે છે.