gajeravidyabhavanguj
Parent Educator Meeting

બાળક એક માટી છે. શિક્ષક તેનો ઘડવૈયા છે. જીવનલક્ષી કેળવણી અને વ્યવહારએ બાલકેન્દ્રી શિક્ષણનો મુખ્ય હેતુ છે. બાલભવનએ વિદ્યાઅભ્યાસનું પ્રથમ પગથિયું છે.
હવે શિક્ષણ માત્ર સંતાનનું નહિ પરંતુ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.

વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષક બાળકોની જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે. જે બાળકના શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે.
શિક્ષક અને વાલી બનેના કેન્દ્રમાં વિદ્યાર્થી

(બાળક) છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બન્ને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવે પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો, પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યુનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે.
બાળકોના અભ્યાસક્રમ તથા શાળામાં ચાલતી

ઈતર પ્રવૃત્તિ વિશે વાલીશ્રીઓ માહિતગાર થાય અને તે સબંધિત કોઈ સમસ્યા હોય તો શિક્ષક સાથે છૂટથી ચર્ચા કરી શકે એ માટે આજ રોજ અમારા બાલભવનમાં વાલીમીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને સમજાવવામાં આવ્યું અને તેની સાથે જ શૈક્ષણિક સાધનો અને ટીચિંગ એડ સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.