gajeravidyabhavanguj
"Only a Life Lived For Others Is a Life Worthwhile"
डोक्टर इस वास्तविक संसार के,
वास्तविक हीरो होते है , जो जीवन की रक्षा करते है |
"ડોક્ટર એટલે કદી ના આથમતો સુરજ."
ડોક્ટર એક એવો શબ્દ છે જે આપણા જીવનનો જ એક ભાગ બની ગયો છે. કંઈપણ દર્દ હોય કે બીમારી, તે સમયે એક જ વ્યક્તિ યાદ આવે છે, એ છે ડોક્ટર.
ભારતના માં દર વર્ષે ૧ જુલાઈ ને ડૉ.બિધાન ચંદ્રરોય ની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડોકટર દિવસ તરીકે માનવામાં આવે છે, ૪ ફેબ્રુઆરી ૧૯૬૧ના રોજ તેમને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ.રોયનું માનવું હતું કે જ્યાં સુધી લોકો તન અને મનથી સ્વસ્થ અને મજબૂત નહીં હોય ત્યાં સુધી સ્વરાજ એક સ્વપ્ન બની જ રહેશે.
जीवन से प्यार करना एक डोक्टर ही सिखा देते है|

તારીખ ૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ ગજેરા વિદ્યાભવન માં પણ ડોક્ટર ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ખ્યાતનામ ડોક્ટર દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર વિવિધ પ્રકારની બિમારી અને તેના નિવારણ માટેની માહિતી આપી હતી, તેમજ ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ ડોક્ટર બનીને આવ્યા હતા,અને બાળકોએ પણ ડોક્ટર વિશે ઘણી માહિતી મેળવી હતી.
ડોકટર નું આપણા જીવનમાં એક અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વાર્થ સેવાનું અને તેમની સામાજિક જવાબદારીઓને સમજીએ તો જ આ દિવસની ઉજવણી સાર્થક બનશે,” ડોકટર એક મિત્ર કે જેની સામે વ્યક્તિ મન મોકળું કરી વાતો કરી શકે. એક મલમ કે જે દરેક ઘાવને રાહત આપે છે.”!!
આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગજેરા વિદ્યાભવનના કોન્ફરન્સ હોલમાં ડૉ.સંદીપ કાક્લોતર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને બીમારીમાં કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારનો ખોરાક લેવો, આ ઉપરાંત ધ્યાનમાં લેવાની બાબતો અંગેની ચર્ચા કરી. વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણને પ્રશ્નો રૂપે ડૉ.સંદીપભાઈ ને પૂછ્યા,જેમનો ખૂબ જ સંતોષકારક ઉત્તર આપ્યો હતો, અને કોરોનાની જાગૃતિ વિશેનો પણ ખ્યાલ આપ્યો
અંતમાં આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રસપ્રદ અને જાણકારી યુક્ત રહ્યો..
