top of page
  • Writer's picturegajeravidyabhavanguj

One Scientific Invention Can Change The world Forever

प्रकृति के प्रतिमान में

सम्मान और रजाई में प्यार है |

तो विज्ञान पूरी मानवता के लिए

एक सुंदर उपहार है |



કવિ કલાપી એ એમની કવિતામાં એક સુંદર સત્ય મઢી દીધું છે,

જે પોષતું તે મારતું એ દીસે છે ક્રમ કુદરતી’

આ સૃષ્ટિનો ક્રમ વિચિત્ર છે કે જે વસ્તુ આપણા જીવનને પોષે છે, ટકાવે છે, વિકસાવે છે એ જ વસ્તુ આપણા જીવનને નષ્ટ કરે છે. મૃત્યુનું કારણ બને છે. પતનનું પગથિયું બને છે. આ બાબત જગતના અન્ય વસ્તુ કે પદાર્થની જેમ વિજ્ઞાનને અક્ષરસ: લાગુ પડે છે.

વિજ્ઞાન આપણને રોજિંદા જીવનમાં કેટલું બધું સહાયક બની ગયું છે તે આપણે સૌ જાણીએ છીએ. આ જ વિજ્ઞાનનો વિવેકહીન ઉપયોગ માનવજીવન માટે વિનાશ નોતરે છે. એ કઠોર સત્ય છે. કુદરતી કે પ્રાકૃત સ્થિતિમાં જીવતા માણસને સભ્ય અને સંસ્કૃત બનાવવાનું કામ વિજ્ઞાને કર્યું છે. ખોરાક,પોશાક, રહેઠાણ અને હવા-પાણી જેવી આપણી પ્રાથમિક જરૂરિયાતોને વિજ્ઞાન વ્યવસ્થિત અને પરિમાર્જિત કરી આપીને આપણા જીવનને સુવિધાપૂર્ણ બનાવ્યું છે. આ બધી વૈજ્ઞાનિક સગવડોના સમુચિત ઉપયોગથી માનવનું રોજિંદુ જીવન વધુ સુખદાયક આનંદપ્રદ બન્યું છે. માર્ગ અને વાહનની પ્રગતિએ આપણો પ્રવાસ સરળ બનાવ્યો છે. સમય અને શક્તિના બચાવ સાથે યાત્રા ઝડપી બની શકે છે. પ્રવાસના આડે આવતા પર્વતો, દરિયો અને ખાઈ જેવા અવરોધો આસાનીથી પાર કરવા વિજ્ઞાને અવનવી તરખીબો શોધી કાઢી છે. ખાડા-ખાઈ ઉપર પુલ બાંધ્યા, રામેશ્વરમ પાસે દરિયા ઉપર પુલ બાંધીને ચમત્કારક વાત એ કરી કે મોટા વહાણ કે સ્ટીમર દરિયામાંથી પસાર થાય ત્યારે પુલ વચ્ચેથી બે બાજુ ખુલી શકે તેવી સગવડ રાખી. પર્વતો પાર કરવા વિમાન અને હેલિકોપ્ટર શોધ્યા, એટલું જ નહીં દરિયામાં સ્ટીમર પરથી સીધું વિમાન હવામાં ઉડાડી શકાય તેવી સગવડ પણ કરી છે.




“इसी तकनीक और विज्ञान के कारण आज सारी दुनिया एक दूसरे से जुड़ी हुई है|


આજના સમયમાં દરિયાઈ મુસાફરી માટેના સાધનોની શોધખોળમાં પણ વિજ્ઞાનનો અમૂલ્ય ફાળો છે. નાની સ્ટીમર થી લઈને વિશાળ જહાજોના લીધે દરિયાઈ માર્ગે માલની હેરફેર ખુબજ ઝડપી અને ઓછા ખર્ચે થઇ શકે છે.દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય સ્તરે માલની હેરફેર કરવામાં ખૂબ જ સરળ બની છે. જેના લીધે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધતા ઉદ્યોગોને વિશાળ બજાર મળી રહે છે. હેલિકોપ્ટર અને વિમાનની શોધથી મુસાફરી ખૂબ જ ઝડપી બની છે. રોપ-વે ની મદદ થી પહાડી વિસ્તારમાં મુસાફરી સરળ બની છે.




“ चिकित्सा, शिक्षा, उद्योग, कृषि, इत्यादि सभी जगह पर तकनीकी ने अपना अधिकार स्थापित कर रखा है |


આમ, વિદ્યાર્થીઓને પ્રાથમિક લેવલથી કોઈ વસ્તુ માર્ગદર્શન સાથે આપવામાં આવે તો તે દરેક કાર્ય કુશળતાપૂર્વક કરી શકે તે માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. અને તે કાર્ય આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં કરવામાં આવે છે. આપણી શાળાના બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી માહિતગાર થાય તથા તેમનામાં સર્જનાત્મકતાનો હેતુ કેળવાય તે માટે ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે પોતાની રસ, રુચિ અને આવડત પ્રમાણે સાયન્સના બેઝ પર વિવિધ પ્રકારના મોડેલો જેવા કે લાઈ-ફાઈ, સોલાર સિસ્ટમ, ડોર એલર્ટ, લીફ્ટ, વોટર સાઈકલિંગ, રોબોટ વગેરે બનાવીને લાવ્યા હતા. જે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તથા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જ્ઞાનમાં વધારો થાય તથા વિવિધ માહિતીથી માહિતગાર થાય તે માટે સાયન્સ ક્વીઝ પણ રાખવામાં આવી હતી જેમાં ધોરણ 6-7 નાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી કરી હતી. આમ, ગજેરા શાળા પરિવાર પણ વિદ્યાર્થીઓના વિકાસ, ઘડતર, અને અભ્યાસની સાથે સાથે તેમનામાં વિવિધ ક્ષમતાઓ કેળવાય તે માટે અનંત જ્ઞાનરૂપી સ્ત્રોત સહઅભ્યાસ પ્રવૃત્તિઓના માધ્યમ દ્વારા બાળકો સુધી પહોંચાડવા માટે અનેરો પ્રયાસ કરતી રહી છે.




544 views0 comments

Recent Posts

See All
bottom of page